AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ, એક ઇસમની ધરપકડ

નશાનો કારોબાર કરતો આરોપી પોતાના જ ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો. જોકે પોલીસ ગાંજાને વેચી પૈસા કમાઈ લે તે પહેલાજ પોલીસે 26.23 લાખના ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.

ફરી છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ, એક ઇસમની ધરપકડ
Cannabis cultivation exposed from rural area of Chhotaudepur, arrest of an ISM (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 5:18 PM
Share

ફરી એકવાર છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજાની ખેતી કરતો એક ઈસમ ઝડપાયો. નશાનો કારોબાર કરતો આરોપી પોતાના જ ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો. જોકે પોલીસ ગાંજાને વેચી પૈસા કમાઈ લે તે પહેલાજ પોલીસે 26.23 લાખના ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નશાના કારોબાર કરતા ખેડૂતો પર પોલીસે સકંજો કસ્યો છે. વધુ પૈસા કમાવવાની લાલસામા ખેડૂતો ગાંજાની ખેતી કરી રહ્યા છે. જોકે પોલીસને આ બાબતની ગંધ આવતા પોલીસે છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમા અચાનક છાપા માર્યા જેમા પોલીસને સફળતા મળી.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વજ છોટાઉદેપુર જિલ્લા ઝોઝ વિસ્તારના મીઠીબોર ગામેથી 70.86 લાખનો ગાંજો ત્રણ આરોપીના ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો. જ્યારે છોટાઉદેપુર તાલુકાના કસરવાવ ગામેથી અંકલેશ રાઠવા નામના વ્યક્તિએ તેના જ ખેતરમા ગાંજાની ખેતી કરી હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે છાપો મારતા ગાંજાના 275 નંગ છોડ કે જેનું વજન 262 કિલો 320 ગ્રામ થયું છે. જેને કિંમત 26.23.200 પોલીસે આંકી છે. હાલ તો પોલીસે ગાંજાની ખેતી કરતા અંકેલેશ રાઠવાને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકો ટ્રોપિક સબસ્ટન્ટ એક્ટ હેઠળ ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે.

નશાના કારોબાર કરતા લોકોને ઝબ્બે કરવા પોલિસે હવે કમર કસી છે. કોના માર્ગદર્શન અને કોને આ આરોપીઓ ગાંજો વેંચતા હતા તે દિશા તરફ તપાસ હાલ તો પોલીસ તપાસ આદરી છે. જોવાનું એ રહે છે કે જયારે પોલિસ ગાંજાની ખેતી કરતા લોકો પર તવાઈ લાવી છે ત્યારે હજુ પણ કેટલાક લોકો પોલિસ ના સંકજામા આવે તેવી શકયતા રહેલી છે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં નશાખોરીના વેપારના અનેક સમાચારો સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતનું યુવાધન નશાના ખપ્પરમાં ધકેલાઇ રહ્યું હોવાનું હાલ લાગી રહ્યું છે. ત્યારે આ અંગે હવે ખાસ કરીને યુવાનોના માતાપિતાએ જાગૃત થવાની અતિ જરૂરિયાત ઉભી થઇ રહી છે.

આ પણ વાંચો : પંજાબ વિધાનસભામાં CM ચન્નીની સ્પીચ દરમિયાન નવજોતસિંહ સિદ્ધુ અને અકાલી દળના ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ

આ પણ વાંચો : Delhi: પ્રોપર્ટી ડિલરની હત્યા કરવા આવેલા રાજેશ બવાના ગેંગના શાર્પ શૂટર મનબીરને પોલીસે દબોચ્યો, અન્ય 2ની પણ ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">