Bulli Bai App Case: મુખ્ય સૂત્રધારનું મધ્યપ્રદેશ કનેક્શન, ભોપાલ કોલેજમાંથી B.Tech કરી રહ્યો હતો, યુનિવર્સિટી મેનેજમેન્ટે સસ્પેન્ડ કર્યો

આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આમાં એક ઉત્તરાખંડની રહેવાસી 18 વર્ષની શ્વેતા સિંહ છે. આ સાથે 20 વર્ષના મયંક રાવત અને 21 વર્ષના વિશાલ કુમાર ઝાની પણ ધરપકડ કરવામાં આવી છે.

Bulli Bai App Case: મુખ્ય સૂત્રધારનું મધ્યપ્રદેશ કનેક્શન, ભોપાલ કોલેજમાંથી B.Tech કરી રહ્યો હતો, યુનિવર્સિટી મેનેજમેન્ટે સસ્પેન્ડ કર્યો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 8:12 AM

Bulli Bai App Case: ‘બુલ્લી બાઈ એપ કેસ’ (Bulli Bai App Case)કેસનું કનેક્શન અલગ-અલગ રાજ્યો સાથે જોડાઈ રહ્યું છે. હવે આ મામલામાં મધ્યપ્રદેશ કનેક્શન સામે આવ્યું છે. હકીકતમાં, દિલ્હી પોલીસે આ કેસના મુખ્ય આરોપી 20 વર્ષીય યુવક નીરજ બિશ્નોઈની ધરપકડ કરી છે. નીરજ રાજ્યની રાજધાની ભોપાલની એક ખાનગી યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. આરોપી વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (VIT)ના સિહોર કેમ્પસમાં કમ્પ્યુટર સાયન્સના બીજા વર્ષનો, B.Techનો વિદ્યાર્થી છે. નીરજે બે વર્ષ પહેલા જ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. 

નીરજની ધરપકડ બાદ યુનિવર્સિટી મેનેજમેન્ટનું કહેવું છે કે તેણે બે વર્ષ પહેલા જ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું, પરંતુ કોરોના સંક્રમણને કારણે તે ક્યારેય કોલેજ આવ્યો નહોતો. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ કોલેજ મેનેજમેન્ટે નીરજને સસ્પેન્ડ કરી દીધો છે. જણાવી દઈએ કે પોલીસે આ મામલામાં અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી છે. ‘બુલી બાય એપ’માં તેનું નામ સામે આવતા સિહોર પોલીસ પણ સક્રિય બની છે. 

યુનિવર્સિટી મેનેજમેન્ટે કહ્યું કે અમારે આ એપિસોડ સાથે કોઈ લેવાદેવા નથી

યુનિવર્સિટીમાં મેનેજમેન્ટનું કામ જોઈ રહેલા અમિત સિંહનું કહેવું છે કે નીરજ બિશ્નોઈએ 2020માં કૉલેજમાં એડમિશન લીધું હતું, પરંતુ તે એક વખત પણ ક્લાસમાં ગયો નથી. તે ઓનલાઈન ક્લાસમાં ભાગ લેતો હતો. તેમણે કહ્યું કે યુનિવર્સિટીને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. મેનેજમેન્ટે નીરજને સસ્પેન્ડ કરી દીધો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે

આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આમાં એક ઉત્તરાખંડની રહેવાસી 18 વર્ષની શ્વેતા સિંહ છે. આ સાથે 20 વર્ષના મયંક રાવત અને 21 વર્ષના વિશાલ કુમાર ઝાની પણ ધરપકડ કરવામાં આવી છે. ચોથો આરોપી અને માસ્ટર માઈન્ડ નીરજ બિશ્નોઈ છે. નીરજ રાજસ્થાનના નાગૌરનો રહેવાસી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નીરજે એપ મેકર GitHub પાસેથી એપ દ્વારા બુલી બનાવી હતી. તે મુખ્ય કિંગપિન છે. તેણે બુલી બાઈને ટ્વિટર પર પણ અપલોડ કરી હતી. 

બુલી બાય એપ પર મુસ્લિમ મહિલાઓની બોલી

બુલી બાઈ એપ દ્વારા મુસ્લિમ સમાજની મહિલાઓની તસવીરો લગાવીને બોલી લગાવવાનું કામ કરવામાં આવે છે. પોલીસનો આરોપ છે કે શ્વેતા સિંહ અન્ય આરોપીઓ સાથે મળીને વિવાદાસ્પદ એપને નિયંત્રિત કરતી હતી. તેણે એપનું ટ્વિટર હેન્ડલ પણ બનાવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">