AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: ટ્રાફિક જામમાં ફસાયેલી કાર પર વરસી અંધાધુંધ ગોળીઓ, હિસ્ટ્રીશીટર સહિત બે લોકોના મોત

પટના શહેરના એસપી પૂર્વી જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે અભિષેક ઉર્ફે મસ્તુનો લાંબો ગુનાહિત ઈતિહાસ છે. તે 2018માં વૈશાલીના ગાંધી સેતુના પ્રખ્યાત ગુંજન હત્યા કેસમાં મુખ્ય આરોપી હતો.

Crime: ટ્રાફિક જામમાં ફસાયેલી કાર પર વરસી અંધાધુંધ ગોળીઓ, હિસ્ટ્રીશીટર સહિત બે લોકોના મોત
History Sheeter Death (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 9:14 AM
Share

બિહારની રાજધાની પટના(Patna Crime News)માં એક મોટી ઘટના સામે આવી છે. બાયપાસ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર કસેરા ધર્મકાંટા પાસે બે લોકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. પટના શહેરના રહેવાસી અભિષેક વર્મા અને તેના મિત્ર સુનીલને ગોળી મારીને ગુનેગારો ત્યાંથી ભાગી ગયા હતા. જણાવી દઈએ કે અભિષેક વર્મા ગુંજન ખેમકા મર્ડર કેસ(Gunjan Khemka Murder Case)માં આરોપી હતો. તેની સામે અનેક પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાયેલા છે. જ્યારે ફાયરિંગ (Firing)ની ઘટના બની ત્યારે સુનીલની પત્ની, પુત્રી અને બહેન પણ કારની પાછળની સીટ પર બેઠા હતા. જોકે તે તમામ સુરક્ષિત છે.

એવું લાગે છે કે અભિષેકને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે અભિષેક તેના મિત્ર સુનીલ સાથે શનિવારે સાંજે કારમાં દિલ્હી જવા માટે ઘરેથી નીકળ્યો હતો. સાંજના, લગભગ 6.30 વાગ્યે, અજાણ્યા શખ્સોએ કસેરા ધર્મકાંટા પાસે કાર પર ગોળીબાર કર્યો.

આ ઘટનામાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેને સારવાર માટે NMCH લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા (History Sheeter Death) પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

વ્યક્તિએ કાર પર ગોળીબાર કર્યો

સુનીલ કુમારની પત્ની આભા નિશાનું કહેવું છે કે તેમની કાર બાયપાસ પર જામમાં ફસાઈ ગઈ હતી. તેઓ કંઈક સમજી શક્યા ત્યાં સુધીમાં સામેથી એક વ્યક્તિ આવ્યો અને તેણે અભિષેક અને સુનીલ પર ગોળીઓ ચલાવી. નિશાએ જણાવ્યું કે આ હુમલામાં માથા અને શરીરના અન્ય ભાગોમાં ઘણી ગોળીઓ વાગી હતી. રોડ પર જામ અને ભીડને કારણે હુમલાખોર નાસી જવામાં સફળ રહ્યો હતો. પ્રત્યક્ષદર્શી નિશાએ જણાવ્યું કે બંને ઇજાગ્રસ્ત હાલતમાં કારમાં પડ્યા હતા. ત્યારબાદ તેમને ઓટોમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

ફાયરિંગમાં હિસ્ટ્રીશીટરનું મોત

પટના શહેરના એસપી પૂર્વી જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે અભિષેક ઉર્ફે મસ્તુનો લાંબો ગુનાહિત ઈતિહાસ છે. વૈશાલીના ગાંધી સેતુ ખાતે 2018માં ગુંજન હત્યા કેસમાં તે મુખ્ય આરોપી હતો. તેની સામે 2009 થી 2021 સુધી ઘણા પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાહિત કેસ નોંધાયા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે અભિષેક મુખ્યત્વે ગુનેગારોના નિશાના પર હતો.

આ પણ વાંચો: Viral: હાથીને ટ્રક પર ચઢાવતા આ શખ્સની તસ્વીર થઈ વાયરલ, લોકો આ કારણે કરી રહ્યા છે તેના વખાણ

આ પણ વાંચો: Tips and Tricks: ઓનલાઈન ખરીદી કરતા સમયે અપનાવો આ સરળ સેફ્ટી ટિપ્સ, ક્યારેય નહીં રહે હેકિંગનું જોખમ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">