Ahmedabad Breaking News : સ્પાની આડમાં દેહવ્યાપાર, પોલીસે દરોડા પાડી મહિલા સંચાલક અને મેનેજરની કરી ધરપકડ
અમદાવાદમાં ફરી એક વાર સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ઝડપાયો છે. આનંદનગર વિસ્તારમાં હાલો સ્પા એન્ડ મોરમાં પોલીસે દરોડા પાડતાં સ્પામાંથી 3 યુવતીઓ અને 3 મહિલાઓ મળી આવી હતી. ડમી ગ્રાહક મોકલી પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad : અમદાવાદમાં ફરી એક વાર સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ઝડપાયો છે. આનંદનગર વિસ્તારમાં હાલો સ્પા એન્ડ મોરમાં પોલીસે દરોડા પાડતાં સ્પામાંથી 3 યુવતીઓ અને 3 મહિલાઓ મળી આવી હતી. ડમી ગ્રાહક મોકલી પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલ બ્રિજ સુરતમાં તૈયાર કરવામાં આવ્યો
સ્પાની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો ઝડપાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોશ વિસ્તાર આનંદનગરમાં ચાલતા સ્પામાં દરોડા પાડીને મહિલા સંચાલક અને મેનેજરની પોલીસે ધરપકડ કરી છે. સ્પામાં કામ કરતી છ યુવતીઓને પણ મુક્ત કરાવી છે.
સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા એક ડમી ગ્રાહકને આનંદનગર રોડ ઉપર આવેલા દેવ અટેલિયર કોમ્પલેક્ષમાં હાલો સ્પા એન્ડ મોર ખાતે મોકલ્યો. જ્યાં સ્પામાં બોડી મસાજ આપવાનું કામ કરતી યુવતીઓ મારફતે દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હોવાનું રેકેટ ઝડપવામાં આવ્યું છે.
પોલીસે મોકલેલા ડમી ગ્રાહકને સ્પામાં જતા જ સંચાલકે યુવતી બતાવી ભાવતાલ નક્કી કરતા. તેણે મહિલા સંચાલકને 1500 રૂપિયા સ્પા મસાજ આપ્યા હતા. જે બાદ ડમી ગ્રાહકને યુવતી સાથે દેહવ્યાપાર માટે પણ હા પાડી હતી જે બાદ પોલીસની ટીમ પહોંચી ત્યાં કાઉન્ટર ઉપર જેનિફર જોન નામની 40 વર્ષીય મહિલા સંચાલક મળી આવી હતી. તેની સાથે અશ્વિન ગામેતી નામના સ્પા મેનેજરની પણ પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસે સ્પામાં તપાસ કરતા ત્રણ યુવતીઓ મળી આવી હતી અને સ્ટાફ રૂમમાંથી બીજી ત્રણ યુવતીઓ મળી આવી હોય તેઓને પૂછપરજ કરતાં તેઓ અલગ અલગ જગ્યાથી આવી હતી. સ્પામાં કામ કરતી યુવતીને ગ્રાહક દીઠ 500 થી 1000 રૂપિયા આપતા હતા.
આનંદનગર પોલીસે સ્પાના માલિક અને મેનેજરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે કે, યુવતીને સ્પાની આડમાં ચલાવતા દેહવ્યાપાર કેટલા સમયથી ચલાવી રહ્યો છે. સાથે જ સ્પાની જગ્યાના માલિક કોણ છે જે લઈ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ઓઢવ પોલીસે સ્પામાં દરોડા પાડી દેહવ્યાપાર ઝડપી પાડ્યો હતો.