VADODARA : ગંદકીનું હેડક્વાર્ટર બની પાદરા મામલતદાર કચેરી, સ્વચ્છતા અભિયાન પર સવાલ

VADODARA : ગંદકીનું હેડક્વાર્ટર બની પાદરા મામલતદાર કચેરી, સ્વચ્છતા અભિયાન પર સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 10:19 PM

Padra Mamlatdar Office : સરકાર સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે સરકારની કચેરીઓમાં જ ગંદકીનું સામ્રાજ્ય હોય તે જ કેટલી શરમજનક વાત છે

VADODARA : સરકાર જે સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયા ખર્ચે છે એનો અમલ સરકારી કચેરીઓમાં થાય છે ખરો ? પાદરાની મામલતદાર કચેરીમાં તમે જાવ તો લાગશે કે આ સરકારી કચેરી નથી પરંતુ કચરા અને ગંદકીનું હેડક્વાર્ટર છે. પાદરા મામલતદાર કચેરીના અલગ અલગ વિભાગોની અંદર કચરાના ઢગલા અને બહાર પણ પ્લાસ્ટિકની કોથળીઓ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

સરકાર સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે સરકારની કચેરીઓમાં જ ગંદકીનું સામ્રાજ્ય હોય તે જ કેટલી શરમજનક વાત છે…અધિકારીઓએ અહીંયા કેમ્પસમાં બોર્ડ લગાવ્યા છે કે ગંદકી કરનારને 200 રૂપિયા દંડ કરવામાં આવશે પરંતુ શું આ દંડ ખરેખર કરવામાં આવે છે ખરો? અને જો કરવામાં આવતો હોત તો કચેરીની આ હાલત તો ન જ હોત.

સિનિયર સિટીઝનોનું પણ કહેવું છે કે તેમણે અહીંયા કોઈ કામ માટે આવું હોય તો ગંદકીની વચ્ચે અડધો કલાક ઉભા રહેવું પણ મુશ્કેલ છે.સફાઈ ઉપર કોઈ જ ધ્યાન અપાતું નહીં હોવાની લોકોની સતત ફરિયાદ પછી પણ પગલાં લેવાતા નથી.

આ અંગે જ્યારે પાદરા મામલતદાર કચેરીના અધિકારીને પૂછવામાં આવ્યું તો જુઓ તેમણે બધો દોષ નાગરિકો પર ઢોળી દીધો અને પોતાના હાથ અધ્ધર કરી દીધા.હવે આવા જ સરકારી જવાબ મળતાં હોય ત્યાં તો સફાઈ થઈ રહી સમજો.કેમકે તેમને પોતાની જવાબદારી તો સમજાતી નથી.ઉપરથી લોકો પર દોષ ઢોળવો છે.જોકે આ અભિગમ સુધારીને અહીંની ગંદકીની સમસ્યા તાત્કાલીક દૂર કરવામાં આવે તેવી લોકોની માગ છે.

આ પણ વાંચો : MEHSANA : ઠાકોર સેનામાં બે ફાડ પડી, અલ્પેશ ઠાકોરની રેલી અંગે સ્થાનિક નેતા અજાણ

આ પણ વાંચો : AHMEDABAD : શહેરમાં 6 સ્થળોએ મુકાયા ઇન્ટરસેપ્ટર વાહનો, હવે ઓવર સ્પીડ પર વાહન ચલાવનારાઓ દંડાશે

g clip-path="url(#clip0_868_265)">