AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શિક્ષક કે જલ્લાદ? : 8 વર્ષના ફૂલ જેવા બાળક પર પ્લાસ્ટિકનો પાઇપ લઈ શિક્ષક તૂટી પડ્યો! બાળક સારવાર હેઠળ

પ્રાથમિક શાળામાં ધોરણ-૨માં અભ્યાસ કરતા માત્ર આઠ વર્ષના માસૂમ બાળકને ગુજરાતીનું પુસ્તક બરાબર વાંચતાં ન આવડવા જેવા નજીવા કારણે તેના વર્ગ શિક્ષકે હેવાન બની પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

Breaking News : શિક્ષક કે જલ્લાદ? : 8 વર્ષના ફૂલ જેવા બાળક પર પ્લાસ્ટિકનો પાઇપ લઈ શિક્ષક તૂટી પડ્યો! બાળક સારવાર હેઠળ
| Updated on: Sep 02, 2026 | 11:21 AM
Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવતી અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પ્રાથમિક શાળામાં ધોરણ-૨માં અભ્યાસ કરતા માત્ર આઠ વર્ષના માસૂમ બાળકને ગુજરાતીનું પુસ્તક બરાબર વાંચતાં ન આવડવા જેવા નજીવા કારણે તેના વર્ગ શિક્ષકે હેવાન બની પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

માસૂમ બાળક પર ગુરુજીની અમાનુષી ક્રૂરતા

વિગતો મુજબ, ઇખર ગામની આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતો ૮ વર્ષીય હસનેન રોજિંદા ક્રમ મુજબ શાળાએ ગયો હતો. બપોરના સમયે વર્ગ શિક્ષક મુબારક યુસુફ ભડ ક્લાસના દરેક બાળક પાસે વારાફરતી ગુજરાતીનું વાંચન કરાવી રહ્યા હતા. તે દરમિયાન માસૂમ હસનેનને પુસ્તકમાંથી થોડું વાંચતાં ન આવડતાં ઉશ્કેરાયેલા શિક્ષકે પ્લાસ્ટિકનો પાઇપ લઈને બાળક પર તૂટી પડ્યા હતા અને પીઠ, જાંઘ તેમજ થાપાના ભાગે ઉપરાઉપરી ફટકા માર્યા હતા.

ઘરે વાત કરશે તો જાનથી મારી નાખવાની આપી ધમકી

શિક્ષકે માત્ર લાકડી-પાઇપથી માર મારીને જ સંતોષ ન માન્યો, પરંતુ માસૂમ વિદ્યાર્થીને મા-બહેન સમાન ગંદી ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, જો આ માર મારવાની વાત ઘરે કરશે તો તેને ‘જાનથી મારી નાખીશ’ તેવી ગુનાહિત ધમકી પણ આપી હતી. શાળા છૂટ્યા બાદ બાળક દર્દથી કણસતો ઘરે પહોંચ્યો હતો, જ્યાં માતાએ કપડાં બદલાવતી વખતે બાળકના શરીર પર કાળા-લાલ સોળ અને નિશાનો જોતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પિતાની ફરિયાદ પરથી પોલીસે આકરી કલમો હેઠળ ગુનો નોંધ્યો

ઘટનાની ગંભીરતા જોઈ પિતા રીજવાન શબ્બીરસા દિવાને આમોદ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસે આરોપી શિક્ષક મુબારક યુસુફ ભડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨) તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ ૭૫ મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

શિક્ષણવિભાગની લાલ આંખ

ઇખર પ્રાથમિક શાળામાં ધોરણ-૨ના માસૂમ વિદ્યાર્થીને પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર મારવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણ તંત્ર પણ સફાળું જાગ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) સચિન શાહે તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા હતા અને પ્રાથમિક તપાસ અહેવાલના આધારે આરોપી શિક્ષક મુબારક યુસુફ ભડને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો હુકમ કર્યો છે.

આરોપી શિક્ષક મુબારક સસ્પેન્ડ કરાયો

આ સમગ્ર મામલે કડક વલણ દાખવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે, *”શાળાઓમાં બાળકો સાથે કોઈપણ પ્રકારની શારીરિક હિંસા કે માનસિક ત્રાસ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓ નિર્ભય વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે સુનિશ્ચિત કરવું એ શિક્ષણ વિભાગની પ્રાથમિકતા છે. ઇખરની ઘટના અત્યંત નિંદનીય હોઈ, પ્રાથમિક અહેવાલના આધારે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે અને તેમની સામે ખાતાકીય તપાસ પણ તેજ કરી દેવામાં આવી છે.”* શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહીથી અન્ય શિક્ષકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Follow Us
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">