માનતા પૂરી થતાં પરિવારે 5 વર્ષના પુત્રને મંદિરમાં કર્યો ‘અર્પણ’, મહેસાણાના વાળીનાથ ધામની ‘અનોખી પરંપરા’ – જુઓ Video
મહેસાણાના તરભ વાળીનાથ ધામમાં એક અનોખી ધાર્મિક પરંપરા જીવંત છે. એક પરિવારે બે પુત્રની પ્રાપ્તિની માનતા પૂરી થતાં પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો છે. મહંત જયરામગીરી બાપુના જણાવ્યા મુજબ, મંદિર બાળકના અભ્યાસની જવાબદારી લેશે અને પુખ્તવયે તેને નિર્ણય લેવાની સ્વતંત્રતા અપાશે.
મહેસાણાના તરભ સ્થિત વાળીનાથ ધામમાં એક જૂની અને અનોખી ધાર્મિક પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે. તાજેતરમાં, એક ભાવિક ભક્ત પરિવારે પોતાની માનતા પૂરી થતાં પોતાના પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો છે. આ પરિવારે બે પુત્રની પ્રાપ્તિ માટે માનતા રાખી હતી અને તે પૂર્ણ થતાં તેમણે શ્રાવણ મહિનાના સોમવારે વિધિ કરી પોતાનું વચન પાળ્યું હતું.
મંદિરના મહંત જયરામગીરી બાપુએ આ પરંપરા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મનું રક્ષણ તથા પ્રચાર કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અર્પણ કરાયેલા બાળકના અભ્યાસની સંપૂર્ણ જવાબદારી મંદિર તરફથી લેવામાં આવે છે. બાળક પુખ્ત વયનો થાય પછી તેને પોતાના ભવિષ્ય વિશે નિર્ણય લેવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવે છે.
છેલ્લા પાંચ વર્ષમાં આશરે પાંચ જેટલા બાળકોને આ રીતે મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ ઘટના ફરી એકવાર વાળીનાથ ધામની અનોખી શ્રદ્ધા અને પરંપરાને ચર્ચામાં લાવી છે.
AMCના આદેશને પગલે, અમદાવાદમાં ફરસાણની દુકાનો – રેસ્ટોરન્ટમાં TPC કીટ અને CCTV લગાવાયા, જુઓ Video
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર

