બોરસદ : ઠક્કર ખમણવાળાની પત્નીનો શંકાસ્પદ મોતનો કેસ, ઠક્કર પરિવારનો પ્રથમવાર મીડિયા સમક્ષ ખુલાસો

પોલીસે રોશાના ભાઈની ફરિયાદને આધારે રોશાના પતિ અમિત ઠકકર સહિત સાત લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અને રોશાના પતિ અમિત અને જેઠની ધરપકડ કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 26, 2022 | 7:31 PM

ANAND : બોરસદના (Borsad)લેગ્સી ગાર્ડનમાં રહેતા અમિત ઠકકર કે જેઓ બોરસદમાં ખમણની બે દુકાનો ધરાવે છે. અને પોતાના પરિવાર (Thakkar family)સાથે સયુંકત કુટુંબમાં રહેતા હતા. ગત 18 જાન્યુઆરીના રોજ અમિત ઠક્કરના પત્ની રોશાબેન (Roshaben)બાથરૂમમાં પડી ગયા હોવાથી મોત (Suspected death) થયાનું રોશાના પિયરીયાઓએ ફોન કરી જણાવ્યું હતું ,જેથી સુરત ખાતે રહેતા રોશાના પરિવારજનો બોરસદ આવ્યા હતા. અને સમગ્ર મામલાની બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા મૃતકનું પીએમ કરાવવામાં આવતા ગળાના ભાગે ઇજાના નિશાન પીએમ રીપોર્ટમાં સામે આવ્યું.

જેથી પોલીસે રોશાના ભાઈની ફરિયાદને આધારે રોશાના પતિ અમિત ઠકકર સહિત સાત લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અને રોશાના પતિ અમિત અને જેઠની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવતા અમિતના પિતા કે જે આ કેસમાં પણ આરોપી છે તેમના દ્વારા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.

અને, અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ ફરિયાદ રોશાના ભાઈ દ્વારા ખોટી આપવામાં આવી છે. તેથી તમામ આરોપીઓના નાર્કો ટેસ્ટ અને લાઈવ ડીટેકશન ટેસ્ટ કરવામાં આવે તો હકીકતમાં જે ઘટના બની હશે તે સામે આવી જશે. આ મામલે આજે અમિત ઠક્કરની બહેન મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું છે. જ્યારે આરોપી અમિત ઠક્કરની દીકરીએ પોતાના પિતા અને પરિવાર નિર્દોષ હોવાની વાત કરી છે.

સમગ્ર મામલાની તપાસ કરી રહેલ બોરસદ ગ્રામ્ય પોલીસ હાલ તો સમગ્ર ઘટનાની ઊંડી તપાસ કરી રહી છે. અને પુરાવાની કડી એકત્ર કરી કરી રહી છે. જોકે આગામી દિવસોમાં રોશાનું અકસ્માતે મોત થયું ?, રોશાએ આત્મહત્યા કરી હતી કે રોશાની હત્યા કરવામાં આવી હતી તે મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જવાની વાત પોલીસ જણાવી રહી છે.

આ પણ વાંચો : નવસારી : જાણીતા લેખક અને વાંચે ગુજરાતના પ્રણેતા મહાદેવ દેસાઇનું હાર્ટ એટેકથી નિધન

આ પણ વાંચો : Dhandhuka: ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો, સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટને કારણે હત્યા થયાનું અનુમાન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati