Aryan Khan Drug Case: આર્યન ખાન આવશે જેલની બહાર ? જામીન અરજી પર સુનાવણી કરશે બોમ્બે હાઇકોર્ટ
આર્યન ખાન છેલ્લા 14 દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. એનસીબીએ તેના પર ડ્રગ્સ લેવાનો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાડ્યો છે. આર્યન ખાનની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની (Aryan Khan) જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટ આજે સુનાવણી કરશે. મુંબઈની NDPS કોર્ટે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન અરજી ફગાવી (Aryan Khan bail rejected) દીધા બાદ હવે તેના વકીલોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
21 ઓક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ શુક્રવારે સુનાવણીની માંગ કરી હતી. પરંતુ NCB તરફથી હાજર રહેલા વકીલ એએસજીએ કોર્ટમાં કોપી ન મળવાની વાત કરી હતી જેથી તેઓ સંપૂર્ણ તૈયારી કરી શકે. આ માટે તેમણે કોર્ટ પાસે વધુ સમયની માંગણી કરી હતી, જેને હાઈકોર્ટે સ્વીકારી હતી. કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણીની તારીખ મંગળવારે એટલે કે આજે નક્કી કરી છે.
NCB આર્યન સહિત તમામ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરશે
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આર્યન ખાન અને અન્ય તમામ આરોપીઓના જામીનનો હાઈકોર્ટમાં વિરોધ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCB કોર્ટમાં સંપૂર્ણ વ્યૂહરચના સાથે પોતાનો પક્ષ રજૂ કરશે. આર્યન ખાન અને અન્ય આરોપીઓને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન ન મળે તે માટે એનસીબી પૂરો પ્રયાસ કરશે. એનસીબીએ આ અંગે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આર્યન ખાનની જામીન અરજી બોમ્બે હાઈકોર્ટમાં 57માં નંબર પર છે. જ્યારે અરબાઝ મર્ચન્ટની જામીન અરજી 64માં નંબર પર છે.
આર્યન ખાન છેલ્લા 14 દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. એનસીબીએ તેના પર ડ્રગ્સ લેવાનો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે. આર્યન ખાનની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હવે તેના વકીલોએ મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
2 ઓક્ટોબરે NCBએ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સાથે અન્ય સાત લોકોની ધરપકડ કરી હતી. આ પછી 12 કલાકની પૂછપરછ બાદ 3 ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને કિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને NCB કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. NCB કસ્ટડી પૂરી થયા બાદ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તે 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં છે.