BHUJ : પોલીસે ગાંજાના વેચાણનું નેટવર્ક પકડી પાડ્યું, આરોપીઓ SURAT થી ગાંજો લાવી ભુજમાં વેચતા હતા

|

Jul 09, 2021 | 7:40 PM

ભુજમાં 8 મહિનાથી ગાંજાના સપ્લાય અને વેચાણનું આ નેટવર્ક અલગ-અલગ વ્યક્તિઓ ચલાવતા હતા. ભુજની કોલેજના યુવાનો ગાંજાની ખરીદી કરતા હોવાની ગંભીર બાબત સામે આવી છે.

BHUJ : પોલીસે ગાંજાના વેચાણનું નેટવર્ક પકડી પાડ્યું, આરોપીઓ SURAT થી ગાંજો લાવી ભુજમાં વેચતા હતા
Bhuj cops bust ganja network, 5 arrested

Follow us on

BHUJ : ભુજમાં પોલીસને મોટી સફળતા મળી છે. સરહદી કચ્છ જીલ્લામાં આંતરારાષ્ટ્રીય રૂટ મારફતે ડ્રગ્સ ધુસાડવાના પ્રયત્નોની સાથે ગાંજા (Cannabis) જેવા માદક પ્રદાર્થના સપ્લાય અને વેચાણ કરવાનુ ચલણ પણ વધ્યુ છે. જો કે પાછલા થોડા મહિનાઓથી ભુજના યુવા વર્ગને ટાર્ગેટ કરી ગાંજાનુ વેચાણ કરતા શખ્સોને SOG એ ઝડપી પાડ્યા છે.

કુલ પાંચ આરોપીઓની ધરપકડ
ભુજમાં ગાંજાના સપ્લાય અને વેચાણનું નેટવર્ક ચલાવતા અક્ષય ઈશ્વર સોંલકી તથા પંકજ રમેશગર ગુંસાઇની ગાંજા સાથે ધરપકડ કર્યા બાદ તેની પુછપરછ કરતા અન્ય 3 શખ્સોના નામ પણ ખુલ્યા હતા. જેથી પોલીસે ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી હતી. જેમાં રામ ગોપાલ ગઢવી, પવન સનત મહેતા તથા અભિષેક સુદામાસિંગ યાદવનુ નામ પણ તપાસમાં ખુલતા તેમની પણ પોલીસે ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી છે.

સુરતથી લાવતા હતા ગાંજો
પોલિસે કરેલી પ્રાથમિક તપાસમાં મુખ્ય સુત્રધાર એવા અક્ષય સોંલકી તથા પવન મહેતા સુરતથી આ ગાંજાનો જથ્થો લાવતા અને ત્યાર બાદ ભુજની કોલેજના વિદ્યાર્થી અને યુવાનોને ગાંજો વેચતા હતા. જેમાં ભુજની બે કોલેજ અને એક મેડીકલ કોલજના વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાનું પોલીસ સુત્રોએ ઉમેર્યુ છે. જો કે હાલ પ્રાથમિક તપાસ ચાલુ હોય પોલીસે આ અંગે વિગતો આપવાનું ટાળ્યુ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

8 મહિનાથી ચાલતું હતું આ નેટવર્ક
ભુજમાં 8 મહિનાથી ગાંજાના સપ્લાય અને વેચાણનું આ નેટવર્ક અલગ-અલગ વ્યક્તિઓ ચલાવતા હતા. ભુજની કોલેજના યુવાનો ગાંજાની ખરીદી કરતા હોવાની ગંભીર બાબત સામે આવી છે જેથી SOG એ પાંચે શખ્સોને ઝડપી તેની સાથે અન્ય કેટલા સાગરીતો છે અને કેટલા સમયથી તેઓ ભુજ શહેરમાં ગાંજાનુ સપ્લાય અને વેચાણ કરી રહ્યા છે, તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ નેટવર્કમાં મુખ્ય સુત્રધાર તરીકે અક્ષય સોંલકી તથા પવન મહેતા હોવાનું સામે આવ્યુ છે. તો ગાંજો વેચતા ઝડપાયેલા 5 વ્યક્તિઓ પૈકી અભિષેક યાદવ પોલીસપુત્ર હોવાનું પણ સામે આવ્યુ છે. પોલીસ તેમના રીમાન્ડ મેળવી કોલેજના કેટલા વિદ્યાર્થી તેના સંપર્કમાં હતા કેટલા સમયથી ગાંજો ખરીદતા હતા આ તમામ બાબતોની ઉંડાણપૂર્વકની તપાસ કરશે

આ પણ વાંચો : યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં DELHI HIGH COURT ની ટીપ્પણી, કહ્યું જાતિ-ધર્મથી બહાર આવી રહ્યાં છે દેશના લોકો 

આ પણ વાંચો :કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી, ઉચ્ચસ્તરીય બેઠકમાં PM MODI એ કહ્યું દેશભરમાં શરૂ કરો 1500 ઓક્સિજન પ્લાન્ટ 

Published On - 7:23 pm, Fri, 9 July 21

Next Article