Bhavnagar: શિશુવિહારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 8 લાખના મુદ્દામાલ સાથે 5 ની ધરપકડ

|

Jul 04, 2021 | 9:54 PM

Shishuvihar theft case : તસ્કરો એ મકાનની અગાશી ઉપર ચડી અગાશીના લાકડાના દરવાજાનું પાટીયુ તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન તથા લેડીઝ કાંડા ઘડીયાળો મળીને કુલ કિ.રૂ. 7,19,120 ની મતાની ચોરી કરી હતી.

Bhavnagar: શિશુવિહારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 8 લાખના મુદ્દામાલ સાથે 5 ની ધરપકડ
8 લાખના મુદ્દામાલ સાથે 5 ની ધરપકડ

Follow us on

Bhavnagar: ભાવનગર પોલીસે શહેરના શિશુવિહાર (Shishuvihar) વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે ઘરફોડ ચોરીના 5 આરોપીઓને ચોરીના રૂ.8 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.

રૂ.7 લાખની થઇ હતી ચોરી
ગત તારીખ 26 જૂનના રોજ ભાવનગર(Bhavnagar)નાં શિશુવિહાર વિસ્તારના પ્લોટ નં.2608 માં રહેતા સાજીદભાઇ યુનુસભાઇ હમીદાણી ધાર્મિક કામ સબબ બહારગામ ગયેલ હોય તેના બંધ રહેણાંક મકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

તસ્કરો એ મકાનની અગાશી ઉપર ચડી અગાશીના લાકડાના દરવાજાનું પાટીયુ તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન તથા લેડીઝ કાંડા ઘડીયાળો મળીને કુલ કિ.રૂ. 7,19,120 ની મતાની ચોરી કરી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ ચોરીની ઘટનામાં પોલીસે તાકીદે કાર્યવાહી હાથ ધરી વિવિધ ટિમો કામે લગાડી હતી.જેમાં પોકેટએપ અને નેત્ર તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેકટ તેમજ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી શંકાસ્પદ ઈસમોને ઝડપી લીધા હતા.

8 લાખના મુદ્દામાલ સાથે 5 ની ધરપકડ
આ કેસમાં પોલીસે પ્રભુદાસ તળાવમાં રહેતો અસ્લમ ઉર્ફે સતો યુસુફભાઇ બેલીમ અને દાંતીયા વાળી શેરીમાં રહેતા અહેમદભાઇ અલ્તાફભાઇ સેતાની કડક પૂછપરચ કરતા આ બંને આરોપીઓ પોલીસ સમક્ષ ભાંગી પડ્યા હતા. આરોપીઓએ ચોરીની કબુલાત કરી હતી. પોલીસે આ બંનેના નિવેદનને આધારે કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે જેના નામ આ પ્રમાણે છે-

1.અસ્લમ ઉર્ફે સતો યુસુફભાઇ બેલીમ
2.અહેમદભાઇ અલ્તાફભાઇ સેતા
3.મુસ્તાક ઉર્ફે ચીકુ હારૂનભાઇ વારીયા
4.મંહમદજુબેર જાહીદભાઇ શેખ
5.આફતાબ મહમદહનીફભાઇ સેતા

પોલીસે આ 5 આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જેમાં સોનાના દાગીના સહિતનો રૂ.7,19000 નો મુદ્દામાલ તેમજ આરોપીઓના મોબાઈલ મળી કુલ રૂ.8,10,400 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Telangana: આદિલાબાદમાં માત્ર એક કલાકમાં વાવવામાં આવ્યાં આટલા લાખ વૃક્ષો કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ!

આ પણ વાંચો : Ahmedabad: એક જ દિવસમાં પોલીસ પર હુમલાની બે ઘટના, બંને ઘટનામાં છરી વડે થયો હુમલો

Next Article