Ahmedabad: એક જ દિવસમાં પોલીસ પર હુમલાની બે ઘટના, બંને ઘટનામાં છરી વડે થયો હુમલો

Attack on police : અમદાવાદમાં એક જ દિવસમાં પોલીસ પર હુમલાની બનેલી બે ઘટનાએ ચકચાર મચાવ્યો છે. એક ઘટનામાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જયારે બીજી ઘટનામાં ફરાર આરોપીને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad: એક જ દિવસમાં પોલીસ પર હુમલાની બે ઘટના, બંને ઘટનામાં છરી વડે થયો હુમલો
યુનિવર્સિટી પોલીસ પર હુમલો કરનાર આરોપી મોહન દેસાઈ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 04, 2021 | 5:55 PM

Ahmedabad : શહેરમાં ગુનાહિત પ્રવૃતિ ધરાવતા ઈસમો બેફામ બન્યા હોય તેવી બે ઘટનાઓ સામે આવી છે. એક ઘટના યુનિવર્સિટી વિસ્તારમાં બની છે તો બીજી ઘટના જમાલપુરમાં ઘટી છે. પોલીસ પર હુમલો કરનારા બંને આરોપીઓને પોલીસે ગુનો નોધી જેલ હવાલે કર્યા છે.

યુનિવર્સિટી વિસ્તારમાં છરી વડે પોલીસ પર હુમલો પોલીસ પર હુમલાની પહેલી ઘટનામાં મોહન દેસાઈ નામના શખ્સે એક જ દિવસમાં 7 વ્યક્તિઓને લૂંટવાના ઈરાદે તેઓ પર છરીથી હુમલો કર્યો હતો. વિજય ચાર રસ્તાથી દાદા સાહેબનાં પગલા વિસ્તારમાં આ ઈસમે ચાર જેટલા નાના-મોટા વેપારીઓ તેમજ સસ્પેપેન્ડેડ તલાટી પર છરીથી હુમલો કર્યો હતો.

આ મામલે ફરિયાદ થતાં જ યુનિવર્સિટી પોલીસ જ્યારે તેને પકડવા ગઈ ત્યારે આ આરોપીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન(University Police Station)માં ફરજ બજાવતા પ્રભાતસિંહ શાંતુભા નામના પોલીસકર્મી પર છરીથી હુમલો (Attack on police)કરતા પોલીસકર્મીને હાથ પર 3 ટાંકા આવ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ ઘટનામાં પોલીસકર્મીએ પોતાનાં પર હુમલો થવા છતાં આરોપીને દબોચી લીધો હતો.આરોપીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લાવીને તપાસ કરતા સામે આવ્યુ હતુ કે તેણે યુનિવર્સિટી વિસ્તારમાં લૂંટ કરતા પહેલા નવરંગપુરા વિસ્તારમાં પણ એક વ્યક્તિને છરી બતાવી લૂંટ કરી હતી.જે બાબતની ફરિયાદ નવરંગપુરા (Navrangpura) પોલીસ મથકે નોંધાઈ છે.જેથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે લૂંટનો પ્રયાસ તેમજ પોલીસ પર હુમલાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

જમાલપુરમાં રીક્ષા ચાલકે પોલીસ પર કર્યો હુમલો અમદાવાદ (Ahmedabad) શહેરમાં પોલીસ પર હુમલાની બીજી ઘટના જમાલપુર (Jamalpur)માં ઘટી છે. ગત રાત્રે કર્ફ્યુ હોવા છતાં જમાલપુરમાં એક રીક્ષાચાલક નીકળ્યો હતો. પોલીસે પૂછપરછ કરવા આ રીક્ષા ચાલકને રોકતા રીક્ષા ચાલકે ગુસ્સામાંમાં આવી પોલીસ જવાન પર છરી વડે હુમલો (Attack on police) કર્યો હતો. આ ઘટના બાદ હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

એક જ દિવસમાં અમદાવાદમાં પોલીસ પર હુમલાની બનેલી બે ઘટનાએ ચકચાર મચાવ્યો છે.ત્યારે જમાલપુરમાં પોલીસને છરી મારીને ફરાર થનાર રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.જ્યારે યુનિવર્સિટી પોલીસે આરોપી મોહન દેસાઈની તપાસ કરતા અગાઉ પણ તે આ પ્રકારના ગુનામાં પકડાયેલો હોવાનુ ખુલ્યુ છે.તેની સામે 5 જેટલા ગુના નોંધાયા છે, ત્યારે હાલ તો પોલીસે આરોપીને જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">