ભાવનગર : ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરવાનું કૌભાંડ, 6 શખ્સોની અટકાયત

|

Nov 18, 2021 | 5:14 PM

પોલીસ દ્વારા બનાવ સ્થળેથી લોડીંગ રીક્ષા નં જી-જે-3-એડબલ્યુ 4341 તથા જી-જે-04 ડબલ્યુ 7219, કોમર્શિયલ રિફીલ 34, ગૃહ વપરાશમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર 62 ઈન્ડેન ગેસ મળી કુલ 96 ગેસ સિલિન્ડર તથા બે વાહનો સાથે સગીર સહિત 6 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ભાવનગર : ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરવાનું કૌભાંડ, 6 શખ્સોની અટકાયત
ભાવનગર ગેસ કૌભાંડ (ફાઇલ)

Follow us on

ભાવનગર શહેરમાંથી ઝડપાયું ગેસ કૌભાંડ, ઘરેલુ ગેસમાંથી કોમર્શિયલ બાટલામાં ગેસ નાખવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું, પોલીસે રેડ કરી તમામ આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. ભાવનગર શહેરના ચૌદ નાળા વિસ્તારમાં રાંધણ ગેસના બાટલા માંથી અમુક ટકા ગેસ કાઢી કોમર્શિયલ બાટલાઓમાં નાખવાનું કૌભાંડ ઝડપાયું છે, એ.એસ.પી સફિન હસનની ટીમ અને સ્થાનિક બી.ડીવીઝન પોલીસે રેડ કરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

કેવી રીતે કૌભાંડ ઝડપાયું ?

બનાવ સ્થળેથી લાખ્ખોના મુદ્દામાલ સાથે 6 શખ્સની અટકાયત કરી છે, ભાવનગર શહેરના ચૌદનાળા વિસ્તારમાં આવેલ મફતનગર સ્થિત રહેણાંકી મકાનમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસ કાઢી ખાલી રીફીલ ભરવાનું કૌભાંડ ઝડપાયું છે. આ છ ભેજાબાજો એક બાટલામાંથી ત્રણ કિલો ગેસ કાઢી ખાલી બોટલો ભરતા રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેવી રીતે ચાલતું હતું કૌભાંડ ?

સમગ્ર બનાવ અંગે ભાવનગર એએસપી સફિન હસન પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના ચૌદનાળા રાંધણગેસના બાટલામાં ઓછું વજન સાથે ગઈકાલે ફરિયાદ મળતા ફરીયાદના આધારને પગલે તંત્ર દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીમને બાતમી મળી હતી કે શહેરના ઘોઘા રોડ પર આવેલ ચૌદનાળા મફતનગર વિસ્તારમાં રહેતા રજાક મનસુર ડેરૈયાના રહેણાંકી મકાનમાં દરોડો પાડતાં મકાન માલિક અને એક સગીર સહિત કુલ 6 શખ્સો રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી ખાલી બાટલામાં ભરી રહ્યાં હતાં.

6 શખ્સો સહિત કેટલોક મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા બનાવ સ્થળેથી લોડીંગ રીક્ષા નં જી-જે-3-એડબલ્યુ 4341 તથા જી-જે-04 ડબલ્યુ 7219, કોમર્શિયલ રિફીલ 34, ગૃહ વપરાશમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર 62 ઈન્ડેન ગેસ મળી કુલ 96 ગેસ સિલિન્ડર તથા બે વાહનો સાથે સગીર સહિત 6 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

હાલ તો કૌભાંડને પગલે શહેર પોલીસે તપાસ આરંભી દીધી છે. અને, આ કૌભાંડમાં અન્ય કોઇ શખ્સો સંડોવાયેલા છેકે નહીં, તેની તપાસ આરંભી દેવામાં આવી છે. આ ઉપરાંત, આ કૌભાંડ શહેરમાં અન્ય કોઇ જગ્યાએ ચાલે છેકે નહીં તેની પણ પોલીસે તપાસ આરંભી દીધી છે. ત્યારે આ કેસના તાર કેટલા લંબાયેલા છે તેની હવે રાહ જોવી રહીં.

આ પણ વાંચો : હર્ષ સંઘવીની ડ્રગ્સ માફિયાઓને ચેતવણી “ડ્રગ્સ માફિયાઓની ખેર નથી” “નશાના નેટવર્કને તોડવા પોલીસ સક્ષમ”

Next Article