AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાર્બરાએ કહ્યું ચોકસીએ તેને ખોટા દાગીના ભેટ આપ્યા હતા, કથિત ગર્લફ્રેન્ડે કર્યા ચોંકાવનારા ખુલાસા

બાર્બરાએ જણાવ્યું હતું કે તે ગયા વર્ષે ચોક્સીને મળી હતી અને મિત્રતાને વધારવા ચોકસીએ તેને હીરા અને બંગડી ભેટ આપી હતી, પરંતુ ઝવેરાત નકલી હતા.

બાર્બરાએ કહ્યું ચોકસીએ તેને ખોટા દાગીના ભેટ આપ્યા હતા, કથિત ગર્લફ્રેન્ડે કર્યા ચોંકાવનારા ખુલાસા
મેહુલ ચોકસી-બાર્બરા
| Updated on: Jun 09, 2021 | 12:46 PM
Share

મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ તરીકે વાયરલ થયેલી બાર્બરાને ( Barbara Jabarica ) આ મામલે કેટલી સફાઈઓ આપી છે. બાર્બરાએ અપહરણની વાતને નકારી છે. મેહુલ ચોકસીએ તેના પર આરોપ લગાવ્યો હતો કે તેના અપહરણમાં તે પણ ભાગીદાર છે. અને દાવો કર્યો હતો કે તેણે મેહુલની મદદ પણ ના કરી. જોકે બાર્બરાએ કહ્યું છે કે આ ઘટના સાથે તેને કંઈ લેવા દેવા નથી. જણાવી દઈએ કે દોમેનીકા હાઇકોર્ટમાં ભાગેડુ ચોકસીની જમાનતની સુનાવણી 11 જુને સ્થગિત કરવામાં આવી છે.

બાર્બરાએ જણાવ્યું હતું કે તે ગયા વર્ષે ચોક્સીને મળી હતી અને મિત્રતાને વધારવા ચોકસીએ તેને હીરા અને બંગડી ભેટ આપી હતી, પરંતુ ઝવેરાત નકલી હતા. બાર્બરાએ આગળ કહ્યું, ‘કોઈએ મારો સંપર્ક નથી કર્યો. અપહરણ જેવું કંઈ નથી, મેં ઘણા ઈન્ટરવ્યુંમાં કહ્યું છે કે જે લોકો જોલી હાર્બર વિસ્તારથી પરિચિત છે તેઓ જાણે છે કે અહીંથી કોઈનું અપહરણ કરવું અશક્ય છે કારણ કે આ વિસ્તાર ખૂબ જ સલામત છે.

બાર્બરાને પૂછવામાં આવ્યું હતું કે શું મેહુલ ચોક્સી સિવાય અન્ય કોઈ ભારતીયએ તેનો સંપર્ક કર્યો હતો. બાર્બરાએ કહ્યું, ‘મેં સ્પષ્ટ કરી દીધું છે કે હું ચોક્સીની ગર્લફ્રેન્ડ ન હતી. મારો પોતાનો વ્યવસાય છે. મારે કોઈની પાસેથી રોકડ, સમર્થન, હોટેલ બુકિંગ, ઘરેણાં અથવા બીજું કંઈપણ લેવાની જરૂર નથી.

આ ઉપરાંત બાર્બરાએ એમ પણ કહ્યું કે “‘હું યુરોપની છું, અહીં રહું છું અને ભારતના સમાચાર અને ઘટનાઓ જોતી નથી. ગુનેગારોની યાદી, છેતરપિંડી કરનારાઓની લીસ્ટથી કોઈ મતલબ નથી. અને આ કારણે મને મેહુલના અસલ નામની જાણ નહોતી, ના તો ગયા સપ્તાહ સુધી તેના બેકગ્રાઉન્ડની જાણ હતી.

બાર્બરાએ કહ્યું, ‘મેં તેની તસવીરો જોઈ, ત્યારે મને ખબર પડી કે તે પહેલા કેવો દેખાતો હતો. તેનું વજન ઘણું ઓછું થઈ ગયું છે અને તે સંપૂર્ણપણે અલગ દેખાય છે. મને નથી લાગતું કે વેકેસન માટે કેરેબિયન આવતું કોઈ વ્યક્તિ મેહુલ ચોકસીને ઓળખી શકશે.

બાર્બરા જબરિકાએ અગાઉ જણાવ્યું હતું કે તે મેહુલ ચોક્સીની મિત્ર છે. મેહુલે નકલી નામ ‘રાજ’ જણાવીને બાર્બરા સાથે મિત્રતા કરી હતી. જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેંક કૌભાંડને લઈને દેશમાંથી ફરાર મેહુલ ચોક્સી હાલમાં ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે. આપણે જણાવી દઈએ કે ચોક્સીએ પોતાના અપહરણનો આરોપ લગાવ્યો છે જેમાં તેની કથિત પ્રેમિકા બાર્બરા જરાબિકા સામેલ હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: એક પછી એક મુશ્કેલીઓમાં ફસાતો ભાગેડુ ચોકસી, નાગરિકતા રદ કરવા એન્ટિગુઆ લઇ રહી છે પગલા

આ પણ વાંચો: હજારો જીવ બચાવનાર બહાદુર ઉંદર, 5 વર્ષની નોકરી બાદ થયો નિવૃત્ત, જાણો શું કરતો હતો કામ

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
g clip-path="url(#clip0_868_265)">