Ankleshwar : દેવું વધી જતાં પોલીસ સ્ટેશનમાં પાર્ક ટેન્કરની ઉઠાંતરી કરી! પોલીસે 7 ની ધરપકડ કરી

|

Oct 24, 2021 | 11:00 PM

ઘટનાની તપાસ દરમ્યાન ટેન્કર માલિકની શંકાસ્પદ ગતિવિધિઓ અને અસહકાર તેના તરફ શંકાની સોય ચીંધવા લાગ્યો હતો. ટેન્કર માલિકની પૂછપરછ દરમ્યાન આખરે ભાંડો ફૂટ્યો હતો.

Ankleshwar : દેવું વધી જતાં પોલીસ સ્ટેશનમાં પાર્ક ટેન્કરની ઉઠાંતરી કરી! પોલીસે 7 ની ધરપકડ કરી
7 accused arrested by ankleshwar rural police

Follow us on

અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી બાયોડીઝલ ભરેલા ટેન્કરની ચોરીના મામલામાં પોલીસે ટેન્કર માલિક, તેના સગીર પુત્ર સહિત 7 આરોપીની ધરપકડ કરી છે. દેવું વધી જતાં ટેન્કર માલિકે ચોરી કરાવી હતી.

અંકલેશ્વરની હાઇવે ઉપર આવેલી લેન્ડમાર્ક હોટલ પાસેથી 18 ઓકટોબરે LCB એ 6 લાખનું બાયોડિઝલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. આ ટેન્કર જપ્ત કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યું હતું. આ ટેન્કર અચાનક ગાયબ થઈ ગયું હોવાનું ધ્યાને આવતા પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું. ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે તપાસ શરૂ કરી હતી.

ઘટનાની તપાસ દરમ્યાન ટેન્કર માલિકની શંકાસ્પદ ગતિવિધિઓ અને અસહકાર તેના તરફ શંકાની સોય ચીંધવા લાગ્યો હતો. ટેન્કર માલિકની પૂછપરછ દરમ્યાન આખરે ભાંડો ફૂટ્યો હતો. કોસંબાના ટેન્કર માલિક અકબર અફસર શેખે દેવું વધી જતાં પોતાના જપ્ત ટેન્કરમાંથી બાયોડિઝલને વેચી પૈસા ઉભા કરવા કાવતરું રચ્યું હતું. અકબર શેખે પોતાના સગીર પુત્ર સાથે મળી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ટેન્કર ચોરી કરાવી મહારાષ્ટ્રના જલગાવ બાયોડિઝલ ખાલી કરવા મોકલી આપ્યું હતું. પોલીસે ચોરી થયેલું ટેન્કર રિકવર કરી ગુનામાં સંડોવાયેલા પિતા-પુત્ર સહિત, અબ્દુલ વાહીદ કુરેશી, યજ્ઞ લાલ ઉર્ફે ચુનીલાલ વર્મા, નાનુરામ ભીલ, ઝુંબેર યુસુફ શાહ, જનક મગનભાઈ દેસાઈની ધરપકડ કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનીઘટના સામે આવી હતી. રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ટેન્કરની ચોરી થતાં તેની ફરિયાદ નોંધાઈ હતો. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 18 ઓક્ટોબરે LCBની ટીમે શંકાસ્પદ બાયોડીઝલ(Bio Diseal) ભરેલુ ટેન્કર ઝડપી પાડી રૂરલ પોલીસને સોંપ્યું હતું. જો કે તે બાયોડીઝલ ભરેલા ટેન્કરની પોલીસ સ્ટેશનમાંથી ચોરી થતાં અનેક સવાલ ઉભા થયા છે. પોલીસ સ્ટેશનના કેમ્પસમાં રાખવામાં આવેલા ટેન્કરની ચોરી થઈ શકતી હોય તો ત્યારે સામાન્ય લોકોના ઘર અને સામાનની સુરક્ષાનું શું તેવા સ્થાનિક પોલીસ સામે સવાલ ઉભા થયા હતા.

આ પણ વાંચો :  IND vs PAK, T20 World Cup 2021 : મૂવી માટે નહિ મેચ જોવા હાઉસફૂલ થયા અમદાવાદના મલ્ટીપ્લેક્ષ, આટલી મોંધી વેચાઈ ટિકિટ

 

આ પણ વાંચો : Ahmedabad: આડા સંબંધની શંકામાં વધુ એક હત્યા, પતિએ ઢોર માર મારીને પત્ની કરી હત્યા, આ રીતે થયો હત્યાનો ખુલાસો

Published On - 10:58 pm, Sun, 24 October 21

Next Article