Ahmedabad: આફ્રિકન યુવક-યુવતીએ ગુનાખોરી માટે અપનાવી આ યુકિત, જુઓ તેમના પેટમાંથી શું નીકળ્યુ

આરોપીઓ પોતાની ગુનાખોરીના કામોને અંજામ આપવા માટે નવી નવી યુક્તિઓ અપનાવતા હોય છે. સાઉથ આફ્રિકાથી એક યુવક અને એક યુવતી આવી જ એક યુક્તિ અપનાવી અમદાવાદ આવ્યા હતા. જો કે તેમને કેન્દ્ર સરકારના ડાયરેક્ટોરેટ ઓેફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગે પકડી લીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 8:22 AM

આરોપીઓ પોતાની ગુનાખોરીના કામોને અંજામ આપવા માટે નવી નવી યુક્તિઓ અપનાવતા હોય છે. સાઉથ આફ્રિકા (South Africa)થી એક યુવક અને એક યુવતી આવી જ એક યુક્તિ અપનાવી અમદાવાદ (Ahmedabad) આવ્યા હતા. જો કે તેમને કેન્દ્ર સરકારના ડાયરેક્ટોરેટ ઓેફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગે પકડી લીધા છે. આ યુવક-યુવતીના પેટમાંથી 135 શંકાસ્પદ ડ્રગ્સની કેપ્સ્યૂલ (suspected drugs Capsules ) કાઢવામાં આવી છે. બંનેની પુછપરછ બાદ કાર્યવાહી થશે.

સીટી સ્કેનમાં દેખાઇ શંકાસ્પદ કેપ્સ્યૂલલ

કેન્દ્ર સરકારના ડાયરેક્ટોરેટ ઓેફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગને બાતમી મળી હતી કે સાઉથ આફ્રિકામાંથી આવેલા યુવક-યુવતીના પેટમાં ડ્રગ્સની કેપ્સ્યુલ છે. જે બાદ ત્રણ દિવસ પહેલા સાઉથ આફ્રિકાથી અમદાવાદ આવેલા યુવક યુવતીની તેમણે ધરપકડ કરી હતી. આ યુવક-યુવતીને સોલા સિવિલમાં દાખલ કરાયા હતા. તબીબો દ્વારા પહેલાં યુવક યુવતીના એક્સરે અને બાદમાં સીટી સ્કેન કરાયા હતા. જેમાં શંકાસ્પદ કેપ્સ્યુલ દેખાઇ હતી. બંનેને એનિમા આપીને 135 શંકાસ્પદ ડ્રગ્સની કેપ્સ્યૂલ કાઠવામાં આવી છે.

પેટમાંથી નીકળેલી કેપ્સ્યુલની લંબાઇ 2 ઇંચ

સોલા સિવિલમાં કરાયેલી કાર્યવાહીમાં યુવકના પેટમાંથી 86 અને યુવતીના પેટમાં 50 કેપ્સ્યુલ કાઢવામાં આવી છે. બંનેના પેટમાંથી નીકળેલી કેપ્સ્યુલની લંબાઇ 2 ઇંચ હતી. તમામ કેપ્સ્યુલ નીકાળી ગયા બાદ બંનેને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. બંનેની પુછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચો-

Ahmedabad: AMCની સામાન્ય સભામાં કોર્પોરેટરે ઠાલવ્યુ પોતાનું દર્દ, VS હોસ્પિટલની બેદરકારીથી માતાનું મોત થયાનો કર્યો આક્ષેપ

આ પણ વાંચો-

Junagadh: મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં બજેટને મંજૂરી, બજેટ જુનાગઢને પ્રવાસન શહેર તરીકે વિકસાવનારુ હોવાનો શાસક પક્ષનો દાવો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">