નોકરીની શોધમાં છો? આ જોબ ઓફર તમને આશ્ચર્યચકિત કરી દેશે !!! જાણો સંપૂર્ણ માહિતી

પનીએ કહ્યું કે જે કોઈ પણ નોકરી માટે તૈયાર છે તે 14 ફેબ્રુઆરી પહેલા અરજી કરી શકે છે. અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.

નોકરીની શોધમાં છો? આ જોબ ઓફર તમને આશ્ચર્યચકિત કરી દેશે !!! જાણો સંપૂર્ણ માહિતી
કંપનીની આ ઓફર હેઠળ ભાગ લેનારે બે મહિના સુધી 8 ઉત્પાદનોનો ઉપયોગ કરવો પડશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 9:29 AM

આપણે એક મહિના સુધી દરરોજ 8 થી 9 કલાક કામ કરીએ છીએ ત્યારબાદ પગાર મળે છે. જો તમે કામ પર જોકું મારો છો, તો તમારો પગાર કપાઈ શકે છે. પરંતુ આજે અમે તમને એક એવી નોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કામ કરવા માટે નહીં પણ ઊંઘવા માટે પૈસા આપશે. જી હા, તમે આરામ કરવાના પણ પૈસા પણ મેળવી શકો છો.

સ્લીપ જંકી(Sleep Junkie) નામની વિદેશી કંપની તેમની મોબાઇલ એપ્લિકેશન્સ(Mobile Applications) અને સ્લીપિંગ પ્રોડક્ટ્સ(Sleeping Products) જેમ કે આંખોની પેટ્ટી, ગાદલા અને પથારીનું પરીક્ષણ કરવા માંગે છે અને તેમની પ્રોડક્ટ્સ અને મોબાઇલ એપ્લિકેશનો વ્યક્તિને સારી રીતે ઊંઘવામાં કેવી રીતે મદદ કરી શકે છે તે જાણવા માંગે છે. જે વ્યક્તિ કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ કરી રીવ્યુ આપશે તેમને 2000 હજાર ડોલર (લગભગ 1.5 લાખ રૂપિયા) ચૂકવવામાં આવશે. જો કે આ માટે કંપની તેની પોતાની જરૂરિયાતોના આધારે વ્યક્તિની પસંદગી કરશે જેમને માત્ર ઊંઘવાનું છે અને એપ્લિકેશન અને ઉત્પાદનો વિશે જણાવવાનું છે કે તેમને ઊંઘ કેવી રીતે આવી?

કંપનીને ઉત્પાદનની ગુણવત્તા માટે આ માહિતીની જરૂર

કંપનીની આ ઓફર હેઠળ ભાગ લેનારે બે મહિના સુધી તમામ ઉત્પાદનોનો ઉપયોગ કરવો પડશે અને તે જણાવવું પડશે કે તે ઉત્પાદનો તેમની સારી ઊંઘ માટે કેટલા ફાયદાકારક છે. કંપનીની અદ્યતન સ્લીપિંગ એઇડ્સ અને ઉપકરણોના પરીક્ષણ અને સમીક્ષા માટે પસંદ કરાયેલ વ્યક્તિને અઠવાડિયામાં એકવાર આઠ અલગ-અલગ ઉત્પાદનોનો ઉપયોગ કરવાની તક મળશે. જે પછી તેઓએ ઉત્પાદનોનો ઉપયોગ કરતી વખતે તેમની ઊંઘની ગુણવત્તા અને સમયમાં કોઈ તફાવત જોયો છે કે કેમ તેની સમીક્ષા કરવામાં આવશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

2 હજાર ડોલર પગાર મળશે

ટેસ્ટિંગ અને રીવ્યુ પૂર્ણ થયા પછી કંપની વ્યક્તિને 2,000 ડોલર ચૂકવશે. કંપની તમે પ્રદાન કરેલા ઉત્પાદનો અને એપ્લિકેશન્સના ઉપયોગથી ઊંઘ દરમિયાન એકત્રિત કરવામાં આવેલ ડેટાનો ઉપયોગ જે લોકોને સારી ઊંઘ નથી આવતી તેમની મદદ માટે કરવામાં આવશે. કંપનીને તેની એપ્સ અને પ્રોડક્ટ્સનું પરીક્ષણ કરવા માટે એવા લોકોની જરૂર છે જેઓ સખત પ્રયત્નો કર્યા પછી પણ સારી ઊંઘ નથી લેતા અથવા જેમને સારી ઊંઘ નથી આવતી.

અહીં અરજી કરો

કંપનીનું કહેવું છે કે તે 18 માર્ચ વર્લ્ડ સ્લીપ ડે પહેલા હાથ ધરવામાં આવેલા સ્લીપ સ્ટડીમાં ઉમેદવારનો રીવ્યુ પ્રકાશિત કરવા માંગે છે. અરજી કરવા માટે તમે કંપનીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને અન્ય તમામ જરૂરી માહિતી મેળવી શકો છો.

ખરાબ ઊંઘ નોકરીની ગુણવતા

કંપનીનું કહેવું છે કે તે એવી વ્યક્તિને કામ સોંપવા માંગે છે જેની ઊંઘનો ઇતિહાસ ખરાબ છે. કંપનીએ કહ્યું કે આવી વ્યક્તિને નોકરીએ રાખીને અમે તેમને રાત્રે મનની શાંતિ મેળવવામાં મદદ કરી શકીએ છીએ, જ્યારે તેઓ અમને જરૂરી માહિતી એકઠી કરવામાં મદદ કરી શકે છે જેથી અમે તે મહત્વપૂર્ણ માહિતી અન્ય લોકો સાથે શેર કરી શકીએ.

આ લોકોને વિશેષ તક મળશે

કંપનીનું કહેવું છે કે તે એવી વ્યક્તિને કામ સોંપવા માંગે છે જેની ઊંઘનો ઇતિહાસ ખરાબ છે. કંપનીએ કહ્યું કે આવી વ્યક્તિને નોકરીએ રાખીને અમે તેમને રાત્રે મનની શાંતિ મેળવવામાં મદદ કરી શકીએ છીએ જ્યારે તેઓ અમને જરૂરી માહિતી એકઠી કરવામાં મદદ કરી શકે છે જેથી અમે તે મહત્વપૂર્ણ માહિતી અન્ય લોકો સાથે શેર કરી શકીએ.

કંપનીએ કહ્યું કે જે કોઈ પણ નોકરી માટે તૈયાર છે તે 14 ફેબ્રુઆરી પહેલા અરજી કરી શકે છે. અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. અરજદારે 28મી ફેબ્રુઆરીથી કામ શરૂ કરવા માટે તૈયાર રહેવું પડશે. સ્લીપ ટ્રેકિંગ એપનો ઉપયોગ કરવા માટે અરજદાર પાસે સ્માર્ટફોન પણ હોવો જરૂરી છે.

આ પણ વાંચો : Joint Home Loan: પર્સનલ હોમલોનની સરખામણીએ આ લોન કેટલી લાભદાયક? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : CGPSC Recruitment 2022 : ડેન્ટલ સર્જનની પોસ્ટ પર નોકરી મેળવવાની તક, અહીં કરો અરજી

g clip-path="url(#clip0_868_265)">