Ahmedabad : ચાંદખેડામા સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને ધાડપાડુ ગેંગે મંદિરમાં કરી લૂંટ, સમગ્ર ઘટના CCTV માં કેદ

|

Jul 30, 2021 | 5:45 PM

ચાંદખેડામાં આવેલા શિવ મંદિરમાં ધાડપાડુ ગેંગે એક સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને મંદિરનું તાળુ તોડીને ચાંદીનું છત્ર અને દાનપેટીની લૂંટ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Ahmedabad : ચાંદખેડામા સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને ધાડપાડુ ગેંગે મંદિરમાં કરી લૂંટ, સમગ્ર ઘટના CCTV માં કેદ
CC TV

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) રાત્રી કરફ્યુ (Night Curfew) વચ્ચે ચોરીની ઘટનાએ ફરી એક વખત શહેરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. અમદાવાદમા છેલ્લા ઘણા દિવસોથી ચોરી, લૂંટ, હત્યા, મારમારી જેવી અનેક ગુનાહિત ઘટનાનું પ્રમાણ વધ્યુ છે, ત્યારે બીજી તરફ પ્રજાના જાનમાલની સુરક્ષા કરતી પોલીસ (Police) લો એન્ડ ઓર્ડર જાણવી રાખવામાં નિષ્ફળ સાબીત થઇ હોય તેવુ લાગી રહ્યુ છે.

ચાંદખેડામાં આવેલા શિવ મંદિરમાં ધાડપાડુ ગેંગે એક સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને મંદિરનું તાળુ તોડીને ચાંદીનું છત્ર અને દાનપેટીની લૂંટ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી (CC TV) કેમેરામા કેદ થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચાંદખેડામાં સેવી સ્વરાજ ટાઉન શીપમાં બીલ્ડર દ્વારા ભગવાન મહાદેવનું મંદિર બનાવવામા આવ્યું હતું. અહીં આશુતોષ શુકલ નામના એક સિકયુરીટી ગાર્ડને રાખવામા આવ્યો હતો. ધાડપાડુએ જે રીતે લૂંટને અંજામ આપ્યો તેને જોતા વિસ્તારથી પરિચીત હોવાની શકયતા છે. હાલમા આ ઘાડપાડુ ગેંગને લઈને ચાંદખેડા પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

વસ્ત્રાપુરમાં આંખમા મરચુ નાખીને લૂંટની ઘટના તો હવે ચાંદખેડામા શિવ મંદિરમા ધાડની ઘટના પરથી ફરી અમદાવાદની સલામતીને લઈને સવાલ ઉઠયા છે, ત્યારે આ ધાડપાડુને પકડવા હવે સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચે પણ સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરૂ કરી છે.

 

આ પણ વાંચો :  Tokyo Olympics: ભારતની મહિલા હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત, આયરલેન્ડ સામે 1-0 થી જીત

આ પણ વાંચો : ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે

Next Article