અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી દાગીના ચોરી કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ

|

Apr 13, 2021 | 5:10 PM

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં મોતનો મલાજો ન જાળવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ 1,200 બેડની કોરોના હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરી હતી.

અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી દાગીના ચોરી કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ

Follow us on

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં મોતનો મલાજો ન જાળવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ 1,200 બેડની કોરોના હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરી હતી. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

શાહિબાગ પોલીસ (Shahibaug Police)ની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ સાહિલ (Sahil) ઉર્ફે ભુરિયો મકવાણા છે. આરોપી1,200 બેડની કોરોના હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરે છે. પરંતુ આરોપીની ધરપકડ ચોરીના ગુનામાં કરવામાં આવી છે. કોરોનામાં મૃત્યુ પામેલ મહિલા દર્દીની સોનાની બંગડી ચોરી કરવાના ગુનામાં આરોપી સાહિલે 11 તારીખે દર્દી મોહિનીબેનના મૃત્યુ બાદ 4 તોલાની સોનાની બે બંગડી ચોરી કરી હતી. જેની ફરિયાદ મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

 

 

આ પહેલી વખત નથી કે 1,200 બેડની હોસ્પિટલમાં કોરોના દર્દીના મોત બાદ તેના મૃતદેહ પરથી કિંમતી દાગીનાની ચોરી થઈ હોય. આ અગાઉ પણ શાહિબાગ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જેને 4 ચોરીની કબુલાત કરી હતી. ઝડપાયેલ આરોપી સાહિલ સિવિલ હોસ્પિટલમાં જ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. જે દિવસે તેને ચોરીને અંજામ આપ્યો તે દિવસે સાહિલની ડ્યુટી મૃતદેહ પરિવારને સોંપવાની હતી. માટે તે મૃતદેહ લિફ્ટમાં લઈને ઉતરી રહ્યો હતો. તે સમયે તેને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ચોરીનો તમામ 1.60 લાખની કિંમતની સોનાની બંગડી કબ્જે કરી છે.

 

 

પોલીસે ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે સાથે પોલીસે અન્ય કોઈ ચોરી હોસ્પિટલમાં થઈ છે કે કેમ? ઉપરાંત આરોપીના ગુનાઈત ઈતિહાસ અને ચોરી કરવા પાછળનો આશય જાણવા માટે તપાસ તેજ કરી છે. ત્યારે જોવુ એ રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે.

 

આ પણ વાંચો: AHMEDABAD : હોસ્પિટલમાં ભયાવહ દ્રશ્યો, સ્વજનોના અંતિમ દર્શન માટે જોવી પડે છે કલાકો સુધી રાહ

Next Article