Ahmedabad : નારોલમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ

નારોલ વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢયો છે. અને બે આરોપીઓને ઝડપી પાડયા છે.

Ahmedabad : નારોલમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ
Murder of a woman solved in Narol
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 23, 2021 | 11:04 PM

Ahmedabad : શહેરના નારોલ વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢયો છે. અને બે આરોપીઓને ઝડપી પાડયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બનાવમાં મોઢે દુપટ્ટો બાંધવો મૃતક મહિલાને ભારે પડ્યું છે. હત્યારાઓ મોઢા વાળી યુવતી સાથે ઝઘડો થયો અને આરોપી જોયા વગર મોઢે દુપટ્ટાવાળી યુવતી છરી મારી હત્યા કરી દીધી.

શહેરમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. જોકે નારોલમાં મહિલાની થયેલ હત્યાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળતા એક કિશોર અને અનિશ શેખ નામના આરોપી ને ઝડપી પાડ્યો છે.

આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે કિશોર આરોપી 17 મી જુલાઇ ની રાત્રે નારોલ બ્રિજ નીચે ગયો હતો. અને ત્યારે તેને એક મોઢે દુપટ્ટો બાંધેલ મહિલા સાથે ઝઘડો થયો હતો. તે સમયે યુવતી ના ઓળખીતા એ આવીને કિશોરને માર માર્યો હતો અને તેના ખિસ્સા માંથી રૂપિયા 1500 કાઢી લીધા હતા.જે બાદ કિશોર તેનાં મિત્ર બોલાવી તેનાં નજરમાં આવનારા દુપટ્ટો બાંધલે યુવતી છરી મારી ફરાર થઈ ગયો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ ઝઘડાની અદાવત રાખીને કિશોર આરોપી તેના મિત્ર અનીશ શેખને લઈને મોટર સાઈકલ પર નારોલ બ્રિજ નીચે ગયા હતા. જોકે ત્યાં મૃતક મહિલા અંજના દુપટ્ટો બાંધીને બેઠી હતી. જેથી તેને પેટના ભાગે છરી મારીને ફરાર થઈ ગયા. અને છરી રસ્તામાં ફેંકી દીધી હતી. જોકે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કિશોરને જે મહિલા સાથે ઝઘડો થયો હતો તે મહિલા અન્ય કોઈ હતી.

પોલીસએ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે. અને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">