Ahmedabad: અમરાઈવાડીમાં હત્યા અને મારામારીનો બનાવ, એક જ દિવસમાં બન્યા બે ગંભીર ગુનાઓ, જાણો સમગ્ર મામલો
Ahmedabad: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક જ દિવસમાં બે લોહિયાળ ખેલ ખેલાયો હતો.
Ahmedabad: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક જ દિવસમાં બે લોહિયાળ ખેલ ખેલાયો હતો. જો ધટનાની વાત કરીએ તો બપોરના સમયે અમરાઈવાડી જોગેશ્વરી રોડ પાસે અર્જુન મુદલિયા નામના યુવક પર સત્યા ગેંગ આરોપી ઉપરા છાપરી લાકડીઓના ધા મારી લોહીલુહાણ કરી દીધો હતો.
ઇજાગ્રસ્ત અર્જુન પર હુમલો કર્યાનો લાઈવ વિડ્યો સામે આવ્યો છે. જેમાં આરોપી સત્યા ઉર્ફે સતીશ ઉપાધ્યાય મનોજ ઉપાધ્યાય, નાયડુ આકાશ, ગોલું અને ડીમ્પી નામના આરોપી ભેગા મળી લાકડીના ફટકા મારી અર્જુન પર જીવલેણ હુમલો કર્યો હતો. ગેંગ વચ્ચે ચાલતી અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
ગેંગવોર બનેલી ઘટના બાદ રાત્રે 9 વાગ્યે હાટકેશ્વર સર્કલ પાસે કિરણ સોલંકી નામના યુવક પર કાયદા સંઘર્ષમાં આવેલ કિશોરે ચપ્પુ ધા ઝીકી મોત ઘાટ ઉતારી દીધો. સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ હતી. પોલીસે તપાસ કરતા હત્યા કરવા પાછળનું કારણ જાણવા મળ્યું હતું. મૃતક કિરણ ગેસ સિલિન્ડર એજન્સીમાં નોકરી કરે છે અને કિરણના પાડોશમાં રહેતો સગીર ગેસ સિલિન્ડર ફ્રીમાં માંગવા આવ્યો હતો.
જો કે મૃતક કિરણે ગેસ સિલિન્ડર ફ્રીમાં નહિ મળે જેના પૈસા માંગ્યા હોવાથી હત્યાનો પ્લાન બનાવ્યો. જેમાં સઘર્ષમાં આવેલ સગીરે કિરણ હાટકેશ્વર સર્કલ બોલાવી છરી વડે હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બીજીબાજુ અમરાઈવાડી પોલીસે આરોપી પકડ્યો ન હોવાથી પરિવારજનો લાશ સ્વીકારવા ઇનકાર કરી રહ્યા છે.
મારમારી બનાવમાં આરોપી ટોળકી અને ઇજાગ્રસ્ત યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં ફરી એક વખત ગુનેગારો બેખોફ બન્યા છે, હાલ થયેલ બે ગંભીર બનાવોમાં પોલીસે હજી એક પણ આરોપી ધરપકડ કરી ન હોવાથી પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો: BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી
આ પણ વાંચો: HAL Recruitment 2021: એન્જીનીયરીંગ ડીગ્રી કે ડીપ્લોમા કરેલ માટે એપ્રેન્ટીસશીપ માટે ભરતી, જાણો તમામ વિગતો