Ahmedabad: પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ, સગી જનેતાએ જ અપહરણને આપ્યો અંજામ, 6 લોકોની થઈ ધરપકડ

Ahmedabad: શહેરના સરખેજ વિસ્તારમાં યુવતીએ અન્ય ધર્મના યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરતા પરિવારજનોએ નારાજ થઈને પોતાની જ દીકરીનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે.

Ahmedabad: પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ, સગી જનેતાએ જ અપહરણને આપ્યો અંજામ, 6 લોકોની થઈ ધરપકડ
ફોટો - આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 08, 2022 | 3:01 PM

Ahmedabad: શહેરના સરખેજ વિસ્તારમાં યુવતીએ અન્ય ધર્મના યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરતા પરિવારજનોએ નારાજ થઈને પોતાની જ દીકરીનું અપહરણ (Kidnapping) કર્યું હોવાની ઘટના બની છે. જોકે આ મામલે પોલીસમાં પતિએ ફરિયાદ કરતા જ પોલીસે યુવતીની માતા સહિત 6 લોકોને ઝડપી યુવતીને મુક્ત કરાવી છે. કોણ છે આ આરોપીઓ અને કઈ રીતે અપહરણને આપ્યો અંજામ તે જોઈએ આ અહેવાલમાં.

સરખેજ પોલીસની ગિરફતમાં દેખાતા આ આરોપીઓના નામ છે જુલેખા મુલતાની, તૈયબ મુલતાની, જાવેદ મુલતાની, એઝાઝ શેખ, સીરાજ મુલતાની અને વિજય પરમાર. પકડાયેલા આરોપીઓએ સરખેજ ધોળકા રોડ પર ભાડે રહેતી સીમરન મુલતાનીનું અપહરણ કર્યું હતું. યુવતીનો વાંક એટલો જ હતો કે તેણે પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કર્યા હતા. સીમરન મુલતાની નામની યુવતીને વટવામાં એક લગ્ન પ્રસંગમાં લલિત ખંડવી નામના સરખેજના યુવક સાથે 4 વર્ષ પહેલાં મિત્રતા થઈ અને પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે પરિવારે સીમરનના લગ્ન બીજે નક્કી કરી નાખતા તે અંકલેશ્વરથી ભાગીને પ્રેમી પાસે અમદાવાદ આવી હતી અને બંને દિલ્હી ભાગી જઈ આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા હતા. જે બાદથી તેનો પરિવાર તેનાથી નારાજ હતો.

6 એપ્રિલે રાતે સમયે સિમરનની માતા ઝુલેખાબાનુ મુલતાની, જમાઈ જાવેદ મુલતાની, તૈયબભાઈ તેમજ અન્ય આરોપીઓએ સરખેજમાં સીમરનના ઘરે જઈ જબરજસ્તી તેનું અપહરણ કર્યું હતું. પતિએ પ્રતિકાર કરી યુવતીને છોડાવવાનો પ્રયાસ કરતા આરોપીએ છરી બતાવી ધમકી આપી સિમરનને કારમાં બેસાડીને બાકરોલ સર્કલ બાજુ નીકળી ગયા હતા. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સરખેજ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરીને વડોદરાથી ગાડી પકડી પાડી સિમરનને છોડાવી માતા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓની આણંદથી ધરપકડ કરાઈ છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે સીમરનના લગ્ન તેઓએ પોતાના સમાજમાં નક્કી કર્યા હતા અને તેણે અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરી લીધા હોવાથી તેને પોતાની સાથે લઈ જઈ પતિ સાથે છૂટાછેડા અપાવી પોતાના સમાજમાં લગ્ન કરાવવાનો પ્લાન હતો. જોકે આરોપીઓ પકડાઈ જતા હાલતો પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો

આ પણ વાંચો: Maharashtra: યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ હવે ભારતમાં મેડિસિનનો અભ્યાસ કરી શકશે, સરકારે શરૂ કર્યું ઇ-લર્નિંગ કન્ટેન્ટ, જાણો સમગ્ર વિગત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">