Ahmedabad : ચાંગોદરના મટોડા ગામમાં વહેલી સવારે ફાયરિંગ, છ આરોપીઓ ફરાર

|

Jan 22, 2022 | 4:55 PM

અમદાવાદના ચાંગોદર પાસે આવેલા મટોડા ગામમાં વહેલી સવારે ફાયરિંગનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નંબર પ્લેટ વિનાની બે ખાનગી ગાડીમાં આવેલા 8 આરોપીએ ફરિયાદી રણજીત ચુનારા, તેના પિતા કનુભાઈ ચુનારા અને માતા કોકિલાબેન પર હુમલો કર્યો હતો.

Ahmedabad : ચાંગોદરના મટોડા ગામમાં વહેલી સવારે ફાયરિંગ, છ આરોપીઓ ફરાર
Ahmedabad: Early morning firing in Matoda village of Changodar (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યના ચાંગોદર (Changodar)વિસ્તારમા આવેલુ મટોડા ગામ (Matoda village)વહેલી સવારે બંધુકની ગોળીઓના અવાજથી (Firing) ગુંજી ઉઠયુ હતુ. વહેલી સવારે પારિવારિક તકરારમાં આ બનાવ બન્યો હોવાનુ સામે આવ્યુ છે. એક તરફ પરિણીતાને સાસરીયાએ ત્યજી દીધી હતી. તો બીજી તરફ માતાજીની મુર્તી લઈ જવા બાબતે તકરાર થઈ હતી. જોકે પોલીસે હત્યાના પ્રયાસ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફાયરિંગ કરી છ શખ્શો ફરાર, પોલીસની તપાસ તેજ

અમદાવાદના ચાંગોદર પાસે આવેલા મટોડા ગામમાં વહેલી સવારે ફાયરિંગનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નંબર પ્લેટ વિનાની બે ખાનગી ગાડીમાં આવેલા 8 આરોપીએ ફરિયાદી રણજીત ચુનારા, તેના પિતા કનુભાઈ ચુનારા અને માતા કોકિલાબેન પર હુમલો કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દેશી જામગ્રી (હથિયાર) વપરાયુ હતુ. જેના છરા ફરિયાદી અને તેના પિતાને વાગ્યા હતા. સાથે જ કોકિલાબેનને લાકડાના ફટકા માર્યા હોવાનુ સામે આવ્યુ છે. આરોપી અંગે તપાસ કરતા હકિકત સામે આવી કે ફરિયાદીના સાળા પપ્પુ ચુનારા અને કાકા સસરા રોહિત ચુનારા સહીત અન્ય 6 આરોપી હોવાનુ સામે આવ્યુ છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ફાયરિંગમાં ઈજા પામેલા તમામને બાવળા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જોકે હુમલો કેમ થયો તે અંગેની તપાસમાં ફરિયાદીનુ કહેવુ છે કે રણજીતે તેની પત્નિને ઘરેથી તગેડી મુકી હોવાથી સાસરી પક્ષે તેને ધમકી આપી હતી. જે અંગે ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ પોલીસ તપાસમાં માતાજીની મુર્તી લઈ જવા અંગે અંધશ્રદ્ધા રાખી હુમલો કરવામાં આવ્યો હતો.

ફાયરિંગ અને હત્યાના ગુનામાં ચાંગોદર પોલીસે 8 આરોપીની શોધખોળ હાથ ધરી છે અને એક આરોપીને નજરકેદ પણ કર્યો છે. જોકે ફાયરિંગનુ યોગ્ય કારણ સામે ન આવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હુમલાના કારણ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ સામે આવે છે તે જોવુ મહ્ત્વનુ છે.

 

આ પણ વાંચો : Gujarat સરકારે ટેકાના ભાવે પાકોની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી, ખેડૂતો માટે ઓનલાઇન નોંધણીના હેલ્પ લાઇન નંબર જાહેર કર્યા

આ પણ વાંચો : SURAT : અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ યોજાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ કરાશે

Published On - 4:49 pm, Sat, 22 January 22

Next Article