અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાત્રિના સમયે ચેન સ્નેચિંગ અને વાહન ચોરી કરતાં બે આરોપીને ઝડપ્યા

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપેલા આરોપીઓએ એક પછી એક એમ ચાર દિવસમાં પાંચ જેટલા ગુનાઓ અંજામ આપ્યો છે.જેમાં આરટીઓ પાસેથી કરેલ ચેઇન સ્નેચિંગમાં મહિલા વાહન પરથી નીચે પટકાતા તેને ઇજા પણ પહોંચી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાત્રિના સમયે ચેન સ્નેચિંગ અને વાહન ચોરી કરતાં બે આરોપીને ઝડપ્યા
Ahmedabad Crime Branch

અમદાવાદ(Ahmedabad)શહેરમાં રાત્રિ દરમિયાન ચેન સ્નેચિંગ(Chain Snatching)અને વાહન ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch)ધરપકડ કરી છે. આ આરોપી નવાઝ ખાન પઠાણ અને લતીફ શેખ નામના આરોપીઓને ઝડપી ત્રણ ચેન સ્નેચિંગ અને બે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે..

ક્રાઇમ બ્રાંચે ઝડપેલા આરોપીઓએ એક પછી એક એમ ચાર દિવસમાં પાંચ જેટલા ગુનાઓ અંજામ આપ્યો છે.જેમાં આરટીઓ પાસેથી કરેલ ચેઇન સ્નેચિંગમાં મહિલા વાહન પરથી નીચે પટકાતા તેને ઇજા પણ પહોંચી છે. આ આરોપીઓ ચેઇન સ્નેચિંગ માટે મોટાભાગે રાત્રિ નો સમય પસંદ કરતા હતા. તેની સાથે જ દિવસ દરમિયાન વાહન ચોરી કરતા હતા. આ ચોરી કરેલા વાહનથી રાત્રી દરમિયાન એકલ દોકલ મહિલાઓ ટાર્ગેટ કરી ચેઇન સ્નેચીગ કરતા હતા.

આ આરોપી પાસેથી ચોરી કરેલા વાહન અને સોનાની ચેઇન કબ્જે કરવામાં આવી છે. જ્યારે પોલીસ પુછપરછમાં આરોપી નવાઝ ખાન પઠાણ અગાઉ પણ અમદાવાદ શહેર માં અનેક વિસ્તાર માં ચેન સ્નેચિંગ અને ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. જ્યારે સાત વખત પાસા પણ ભોગવી ચુક્યો છે. અને લતીફ શેખ પણ એક વખત પાસા ભોગવી ચૂક્યો છે.

હાલ માં પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન અનેક ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :  અમદાવાદમાં આકાર લઇ રહેલા વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજી મંદિરની આ છે વિશેષતા

આ પણ વાંચો : જામનગરમાં 10 કરોડની કિંમતનું વધુ 2 કિલો હેરોઇન કબજે કરાયું, ગુજરાત એટીએસએ કરી મોટી કાર્યવાહી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati