Ahmedabad ક્રાઇમ બ્રાંચે ખોટું મરણ સર્ટિ બનાવી આઠ લાખની છેતરપિંડી કેસનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ

|

Jul 08, 2021 | 8:49 PM

પત્ની નંદાએ જીવિત પતિનું નકલી ડેથ સર્ટીફીકેટ બનાવ્યુ હતું અને વીમા કંપનીમાં આ ડોક્યુમેન્ટ આપી વીમો મંજૂર કરાવી આઠ લાખ જેટલી રકમ મેળવી લીધી હતી

Ahmedabad ક્રાઇમ બ્રાંચે ખોટું મરણ સર્ટિ બનાવી આઠ લાખની છેતરપિંડી કેસનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ખોટું મરણ સર્ટિ બનાવી આઠ લાખની છેતરપિંડી કેસનો કર્યો પર્દાફાશ

Follow us on

Ahmedabad ક્રાઇમ બ્રાંચે પૈસાની લાલચમા એક પત્નીએ જીવીત પતિનુ ખોટું  મરણ સર્ટીફીકેટ બનાવીને વીમા પોલીસીના રૂપિયા 8 લાખ મેળવવાના  છેતરપિંડી(Fraud) કેસનો  પ્રર્દાફાશ કર્યો છે. જેમાં ક્રાઈમ બ્રાંચે  ગુનો નોંધીને મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના અને હાલ નરોડામાં રહેતી નંદા મરાઠીએ પોતાના પતિ નિમેષભાઈ મરાઠીને મધ્યપ્રદેશ મોકલી દીધા હતા. તેમજ ત્યાર બાદ ડો હરિકૃષ્ણ સોનીની મદદથી પતિ નિમેષભાઈનું નકલી ડેથ સર્ટીફીકેટ બનાવીને વીમા કપંની સાથેથી આઠ લાખ રૂપિયા પડાવ્યા હતા. જો કે આ બાબતથી અજાણ પતિ નિમેશભાઈ ઘરે પરત ફર્યા ત્યારે પત્નીએ તેમેને ઘરની બહાર કાઢી મૂક્યા હતા.

વીમાના નાણાંની આઠ લાખની રકમ  નકલી મરણ સર્ટિ રજૂ કરીને મેળવી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો કે તેની બાદ પતિ નિમેશભાઈએ માલૂમ પડ્યું હતું કે તેમની પત્નીએ  તેમના વીમાના નાણાંની આઠ લાખની રકમ તેમનું નકલી મરણ સર્ટિ રજૂ કરીને મેળવી છે. જેથી નિમેશભાઈએ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગ ખાતે જઇ તપાસ કરતા વર્ષ 2019 ના માર્ચ મહિના માં તેમનું મરણ સર્ટિફિકેટ બની ગયું હતું. જેથી તેઓને શંકા હતી કે તેમની પત્નીએ મરણ સર્ટીફીકેટ બનાવ્યુ હશે. જેથી તેમણે આ અંગેની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમા નોંધાવતા આ આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો.

નિમેષભાઈ મરાઠીએ 15 વર્ષ પહેલા વીમો લીધો હતો

આ કેસમાં પતિ નિમેષભાઈ મરાઠીએ 15 વર્ષ પહેલા વીમો લીધો હતો અને તે પ્રિમીયમ ભરતા હતા.તેમની પત્ની નંદાને ખબર હતી કે પતિના મોત બાદ લાખો રૂપિયાનો વીમો મળશે.જેથી પતિ ત્રણ મહિના માટે મધ્યપ્રદેશ ગયા ત્યારે પત્ની  નંદાએ તેમનું નકલી ડેથ સર્ટીફીકેટ બનાવ્યુ હતું અને વીમા કંપનીમાં આ ડોક્યુમેન્ટ આપી વીમો મંજૂર કરાવી આઠ લાખ જેટલી રકમ મેળવી લીધી હતી .જેની જાણ તેના પતિ નિમેષ ભાઈને થઈ હતી.

ક્રાઈમ બ્રાંચે હાલ નંદા મરાઠી અને ડો. હરિકૃષ્ણ સોનીની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો :  West Bengal : સૌરવ ગાંગુલીને જન્મદિનની શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા સીએમ મમતા બેનર્જી, રાજકીય અટકળો તેજ

આ પણ વાંચો : શિવભક્તો માટે ખુશખબર, હવે બાબા Amarnath ની ઓનલાઇન પૂજા અને હવનનો લાભ લઈ શકાશે 

Published On - 8:47 pm, Thu, 8 July 21

Next Article