અમદાવાદ : વેજલપુરમાં સ્કુલના ટ્રસ્ટી દ્વારા બોગસ દસ્તાવેજ થકી કરોડો રૂપિયાની ઉચાપતની ફરિયાદ

જુહાપુરા વિસ્તારમાં આવેલી ધી ન્યુ એઇજ હાઈસ્કુલના (School) ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી અબ્દુલ રઝાક શેખનું અવસાન થયું હતું. જે બાદ મેનેજિંગ ટ્રસ્ટીનો વારસો પુત્ર ઝુંબેર શેખને સોંપ્યો હતો.

અમદાવાદ : વેજલપુરમાં સ્કુલના ટ્રસ્ટી દ્વારા બોગસ દસ્તાવેજ થકી કરોડો રૂપિયાની ઉચાપતની ફરિયાદ
Ahmedabad: Complaint of embezzlement of crores of rupees through bogus document by the trustee of the school
Mihir Soni

| Edited By: Utpal Patel

Apr 09, 2022 | 10:31 PM

અમદાવાદની (Ahmedabad) એક સ્કુલના(SCHOOL) ટ્રસ્ટીએ બોગસ દસ્તાવેજથી કરોડો રૂપિયાની ઉચાપત (Embezzlement)કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેનેજિંગ ટ્રસ્ટીનું અવસાન થયા બાદ વારસો પુત્રને સોંપ્યો હોવા છતાં ટ્રસ્ટીએ ખોટી સાઈન કરી સ્કુલને પચાવી પાડવાનું કાવતરું ઘડ્યું હોવાની વેજલપુરમાં(Vejalpur) ફરિયાદ નોંધાઇ છે.

જુહાપુરા વિસ્તારમાં આવેલી ધી ન્યુ એઇજ હાઈસ્કુલના ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી અબ્દુલ રઝાક શેખનું અવસાન થયું હતું. જે બાદ મેનેજિંગ ટ્રસ્ટીનો વારસો પુત્ર ઝુંબેર શેખને સોંપ્યો હતો. પણ સ્કુલના અન્ય ટ્રસ્ટી ઉસ્માન મોહંમદ મારુ, તેની પત્ની પુખરાજબાનું અને પુત્ર શાદાબ અહેમદે ભેગા મળીને બોગસ દસ્તાવેજો પુરાવા ઉભા કરીને સ્કુલ અને ટ્રસ્ટ પચાવી પાડવા માટે ઉસ્માન મારુ મેનેજિંગ ટ્રસ્ટી બની ગયો. જેને ચેરિટી કમિશનર ઓર્ડર કર્યો કે મેનેજિંગ ટ્રસ્ટી ઝુંબેર શેખ છે છતાં પણ ચેરિટી કમિશનરના નિયમો આરોપી ધોળી પી ગયો. જોકે સ્કુલના માલિક તરીકે ઝુંબેર અબ્દુલ રઝાક શેખ અને તેની માતા ઝુંબેદાબાનું શેખનો છે. છતાં પણ ઝુંબેર શેખને પોતાની માલિકી સ્કુલમાં આરોપી ઉસ્માન મારુ પ્રવેશ ન તો આપવા દેતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

ફરિયાદી ઝુંબેર શેખના પિતા અબ્દુલ રઝાક શેખ વર્ષ 2021માં અવસાન થયું હતું. જે બાદ મેનેજિંગ ટ્રસ્ટીના તમામ હક્કો આરોપી ઉસ્માન મારુ લઈ લીધા અને ચેરિટી કમિશનરને ગેરમાર્ગે દોરીને બોગસ ઠરાવ પસાર કર્યો હતો. જેમાં સ્કુલના બીજા ટ્રસ્ટીઓની ખોટી સાઈન કરેલ ઠરાવ ચેરિટી કમિશનરમાં રજૂ કર્યો હતો. જો કે ચેરિટી કમિશનર ધ્યાન પર આવતા ઠરાવ રદ્દ કરી દીધી હતો. છતાં પણ આરોપી ઉસ્માન મારુ સ્કુલનો મેનેજિંગ ટ્રસ્ટી ન હોવા છતાં ચાર જેટલી બેંકોના નાણાં અને વિદ્યાર્થીઓની ફીના પૈસા મળી લાખો રૂપિયાની ઉચાપત કરી છે. જોકે સ્કુલના પૈસાની ઉચાપત કરવામાં આરોપી ઉસ્માન મારુ,તેની પત્ની પુખરાજબાનું અને પુત્ર શાદાબ અહેમદે ભેગા મળી કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ ફરિયાદ કરવામાં આવ્યો છે.

આરોપી ઉસ્માન મારુ સ્કુલના કેટલા પૈસાની ઉચાપત કરી છે જે તપાસ બાદ સામે આવી શકે છે. ત્યારે આરોપી ઉસ્માન મારુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેના વિરુદ્ધ ખેડૂતની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાની ફરિયાદ વેજલપુર નોંધાઇ ચુકી છે.

આ પણ વાંચો :  નવસારી : પાલિકા દ્વારા કચરામાંથી ખાતર બનાવવા માટે ખાનગી એજન્સીને કામ સોંપાયું, પરંતુ કામ હજુ શરૂ થઇ શક્યું નથી

આ પણ વાંચો :  Surat : પેઢીમાં કામ કરતા કર્મચારીનું કારસ્તાન, પુણામાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 44 લાખ લઇ રફુચક્કર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati