AHMEDABAD : CBIની એસીબી વિંગનું ગુપ્ત ઓપરેશન, ગુજરાત EDના બે લાંચિયા અધિકારી ઝડપાયા

|

Jul 02, 2021 | 6:48 PM

AHMEDABAD : એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે અમદાવાદની સંખ્યાબંધ આંગડિયા પેઢીની ઓફિસો પર છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સર્ચ કર્યુ હતું.

AHMEDABAD : CBIની એસીબી વિંગનું ગુપ્ત ઓપરેશન, ગુજરાત EDના બે લાંચિયા અધિકારી ઝડપાયા
ફાઇલ

Follow us on

AHMEDABAD : સીબીઆઈની એસીબી ટીમે ત્રણ દિવસના એક ગુપ્ત ઓપરેશન બાદ ગુજરાત રિજિયનના ઈડીના બે અધિકારીઓની લાંચ લેતા ધરપકડ કરી છે. ડેપ્યુટી ડિરેક્ટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટરે પાંચ લાખ રૂપિયા આંગડિયા પેઢી દ્વારા સગેવગે કર્યા હતા. આ બન્ને લાંચિયા અધિકારીઓએ 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ રૂપિયા કયાં વેપારી દ્વારા આપવામાં આવ્યાં હતા અને શું કામ લાંચ માંગવામાં આવી હતી તે અંગે હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત સીબીઆઈની એન્ટી કરપ્શન વિંગ દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ આંગડિયા પેઢીઓમાં સર્ચ શરૂ કર્યું હતું. એન્ટી કરપ્શન વિંગને બાતમી મળી હતી કે ઈડીના અધિકારીઓએ અમદાવાદના એક વેપારીને ટાર્ગેટ કરી તેમની પાસેથી મસમોટી લાંચ માગી છે. અને રૂપિયા અમદાવાદ બહાર આંગડિયા પેઢી દ્વારા ટ્રાન્સફર કરાવ્યાં છે.

એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે અમદાવાદની સંખ્યાબંધ આંગડિયા પેઢીની ઓફિસો પર છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સર્ચ કર્યુ હતું. સીબીઆઈની એસીબી વિંગના અધિકારીઓને મળેલી બાતમી અંતે સાચી ઠરી અને ગુજરાત રિજિયનના ઈડીના ડેપ્યુટી ડિરેક્ટર પી.કે સીંગ અને આસિસ્ટન્ટ ડિરેક્ટર ભુવનેશ કુમારને પકડી પાડ્યા હતા.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સૂત્રોનું કહેવું છે કે, બન્નેએ એક આંગડિયા પેઢી દ્વારા રૂપિયા 5 લાખ બહાર ટ્રાન્સફર કરાવ્યાં છે. હકિકતમાં તેમણે 75 લાખ રૂપિયા માંગ્યા હતા. જે પૈકી વેપારીએ પહેલા હપ્તાના રૂપે તેમને 5 લાખની લાંચ આંગડિયા પેઢી દ્વારા અપાઇ હતી.

શુક્રવારે સાંજે EDના બન્ને લાંચીયા અધિકારીઓને પકડી તેમની પુછપરછ શરૂ કરાઇ હતી. તો બીજી તરફ આંગડિયા પેઢીની કચેરીએ પણ સર્ચ કરી તેમના રોકડના હિસાબો તપાસ્યા હતા. અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આ આરોપીઓએ કયા નામથી અને કોને રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. લાંચની આ ઘટના અંગે એસીબીના અધિકારીઓએ મૌન સેવી લીધું હતું. જોકે, આગામી દિવસોમાં આ મુદ્દે સત્તાવાર રીતે જાહેરાત કરાશે તેમ જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક સ્પર્ધામાં ભાગ લેનારી છ દીકરીઓને શુભેચ્છા પાઠવતા સીએમ રૂપાણી

 

આ પણ વાંચો : Sandesara Group case : સાંડેસરા ગ્રુપ કેસમાં EDની મોટી કાર્યવાહી, અહેમદ પટેલના જમાઈ સહીત ચાર લોકોની સંપત્તિ જપ્ત

Published On - 6:45 pm, Fri, 2 July 21

Next Article