ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક સ્પર્ધામાં ભાગ લેનારી છ દીકરીઓને શુભેચ્છા પાઠવતા સીએમ રૂપાણી

ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક સ્પર્ધામાં ભાગ લેનારી છ દીકરીઓને શુભેચ્છા પાઠવતા સીએમ રૂપાણી
ગુજરાતમાંથી ઓલમ્પિક સ્પર્ધામાં ભાગ લેનારી છ દીકરીઓને શુભેચ્છા પાઠવતા સીએમ રૂપાણી

સીએમ રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ છ રમત વિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે. અને ટોક્યો ઓલમ્પિક(Olympics ) માં ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 02, 2021 | 6:36 PM

ગુજરાત(Gujarat)  રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક(Olympics ) રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ –મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.

ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી

જેમાં સીએમ રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ છ રમત વિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલમ્પિક(Olympics ) માં કૌવત ઝળકાવી અવ્વલ સ્થાન મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.

ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે  સ્પર્ધામાં ઉતરશે

ગુજરાત(Gujarat)ની છ દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ગૌરવવંતી દિકરીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ ખેલ મહાકુંભ જેવા આયોજનોને પ્રેરણા આપીને ગુજરાતના યુવાવર્ગને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવાની સુદિર્ઘ નિતી-રિતી ગુજરાતને આપી છે જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ છે.

ર૩મી જુલાઇ ૨૦૨૧થી જાપાનના ટોક્યો ખાતે યોજાશે 

રાજ્યમાં સ્પોર્ટ્સનું વૈશ્વિકકક્ષાનું માળખું ઉભું કરી ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા સક્ષમ બનાવવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નેમમાં આ સિદ્ધિ નવું બળ પુરુ પાડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલમ્પિક -૨૦૨૦ રમતો આ વર્ષે તા.ર૩મી જુલાઇ ૨૦૨૧થી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.

આ પણ  વાંચો :  WhatsApp લાવી રહ્યું છે આ શાનદાર ફીચર, મોકલી શકશો હાઇ ક્વોલિટી વિડીયો 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati