AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : મણિનગરમાં બંદુકની અણીએ લુંટનો પ્રયાસ, કર્મચારીની હિંમતથી લૂંટારું ઝડપાઇ ગયો

આરોપી અજય ઠાકોર ઝપાઝપી વખતે પડી જતા તેને પણ શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે સ્થાનિક લોકો એ પોલીસને જાણ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપી સારવાર બાદ પોલીસ ધરપકડ કરીને સઘન પુછ્પરછ હાથ ધરશે.

Ahmedabad : મણિનગરમાં બંદુકની અણીએ લુંટનો પ્રયાસ, કર્મચારીની હિંમતથી લૂંટારું ઝડપાઇ ગયો
અમદાવાદ : લૂંટનો પ્રયાસ
Darshal Raval
| Edited By: | Updated on: Dec 11, 2021 | 6:10 PM
Share

અમદાવાદના પુર્વ વિસ્તારમાં બંદૂકની અણીએ લુંટનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ કર્મચારીની હિંમતને કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તસ્વીરમાં દેખાતા મૌલિકભાઈ ગોહિલને દાદ આપવી જોઈએ કે જેઓએ લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.

મૌલિકભાઈ ગોહિલ મણિનગર ખાતે આવેલી મની એક્સચેન્જની ઓફિસમાં કામ કરે છે. દેવભૂમિ કોમ્પલેક્ષ ખાતે આવેલી ઓફિસમાં તેઓ સવારના દસ વાગ્યાના સુમારે કામ કરી રહ્યા હતા. ત્યારે તેમની કચેરીમાં ૫૫ વર્ષીય શખ્સ દ્વારા બંદૂકની અણી પર લૂંટનો પ્રયાસ કર્યો હતો. સતવારા ફાયરિંગ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ફાયર ન થતા બંદુકની બટ મારી ને ઘાયલ કર્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થતા આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. જોકે આરોપી અજય ઠાકોર 55 વરસજ ધરાવતો હોવાથી અને વધુ વજન ધરાવતો હોવાથી ભાગવામાં સફળ ના રહ્યો. અને અંતે મૌલિક ગોહિલે બૂમો પડતા આસપાસ ના લોકો આવી જતા આરોપી ઝડપાઈ ગયો.

આરોપી અજય ઠાકોર ઝપાઝપી વખતે પડી જતા તેને પણ શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે સ્થાનિક લોકો એ પોલીસને જાણ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપી સારવાર બાદ પોલીસ ધરપકડ કરીને સઘન પુછ્પરછ હાથ ધરશે. સાથે જ આરોપી નું લૂંટ કરવા માટે લઇને આવેલ પિસ્ટલ ક્યાંથી લાવ્યો હતો. અને અગાઉ કોઈ આ પ્રકારે લૂંટ કરી છે કે કેમ. તેને લઇને પણ પોલીસે તપાસ કરશે.

પૂર્વ વિસ્તારમાં એક બાદ એક બનતી ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે કે આરોપીઓ અને અસામાજિક તત્વો ને પોલીસનો કોઈ ખૌફ રહ્યો જ નથી. કારણ કે શહેરના પૂર્વ વિસ્તારમાં લૂંટારુઓ અને અસામાજિક તત્વો ધોળા દિવસે પણ ગુનાને અંજામ આપતા ખચકાતા નથી. ત્યારે જોવાનું એ છે કે આ ઘટના બાદ પોલીસ કેટલી એક્શનમાં આવે છે અને પૂર્વ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ ઘટે છે કે કેમ.

આ પણ વાંચો : Surat : અકસ્માતમાં પરિવારની છત્રછાયા ગુમાવનાર ત્રણ દીકરીઓ માટે ગુજરાત બન્યો એક પરિવાર, સોશિયલ મીડિયાના અભિયાનથી 22 લાખ અને સીએમ ફંડમાંથી 24 લાખની સહાય

આ પણ વાંચો : PM Narendra Modi: ભારતીય સંસ્કૃતિના વિકાસ માટે વડાપ્રધાન મોદી હંમેશા અગ્રેસર, હવે 13 ડિસેમ્બરે કાશી-વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">