Surat : અકસ્માતમાં પરિવારની છત્રછાયા ગુમાવનાર ત્રણ દીકરીઓ માટે ગુજરાત બન્યો એક પરિવાર, સોશિયલ મીડિયાના અભિયાનથી 22 લાખ અને સીએમ ફંડમાંથી 24 લાખની સહાય

માત્ર રાજકીય નહીં પણ સામાજિક આ દુઃખદ ઘટનામાં સંવેદનશીલતા પ્રગટી હતી . જેની ચારે તરફથી પ્રાર્થના લોકોએ કરી છે . ત્રણેય દિકરીના ભવિષ્યની ચિંતા કરી સંવેદનતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડ્યું છે . 22 લાખ રૂપિયા પ્રફુલભાઈ અને તેમની ટીમ દ્વારા એકઠા કરવામાં આવેલ છે .

Surat : અકસ્માતમાં પરિવારની છત્રછાયા ગુમાવનાર ત્રણ દીકરીઓ માટે ગુજરાત બન્યો એક પરિવાર, સોશિયલ મીડિયાના અભિયાનથી 22 લાખ અને સીએમ ફંડમાંથી 24 લાખની સહાય
અનાથ દિકરીઓને ગુજરાતજનોની સહાય
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 11, 2021 | 5:46 PM

Surat : ગત તારીખ 23 નવેમ્બરના રોજ રાજકોટ ગોંડલ પાસે ગોજારા અકસ્માતમાં વરાછાથી ગોંડલ સામાજિક પ્રસંગે જતા એક જ પરિવારના 7 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો . જેમાં ગઢીયા પરિવારના ચાર વ્યક્તિ અને બાંભરોલિયા પરિવારના બે વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું હતું . જેમાં 6 વર્ષની કુ.જેની નો આબાદ બચાવ થયો હતો. બે દિકરીઓ બંસરી અને દષ્ટિ ઘરે હતી.

જેથી આખા પરિવારમાં માત્ર ત્રણ જ દિકરીઓ બચી હતી. જેની , બંસરી અને દૃષ્ટિ ઉપર દુઃખનું આભ ફાટ્યું હતું. પરિવારની 6 વ્યક્તિઓના અગ્નિસંસ્કાર આ દિકરીઓએ જ કર્યા હતા .

આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ આ દિકરીઓ માટેની જવાબદારી લઈ ચિંતા વ્યક્ત કરી હતી . પ્રફુલ પાનશેરીયાએ કુ.બંસરીના ઘરે રાત્રે આજુ – બાજુની સોસાયટીઓના અગ્રણીઓને બોલાવી આ દિકરીઓના અભ્યાસ અને આગળ તેમના પ્રસંગ માટે આર્થિક વ્યવસ્થા માટેની આગેવાની લીધી હતી . પ્રફુલ પાનશેરીયાએ આ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા હિતેશ લાઠિયા , સામાજિક અગ્રણી મનસુખ કાસોદરીયા અને મહેશ ભુવા ની યુવા ટીમ દ્વારા સોશીયલ મીડિયાના માધ્યમ થકી લોકોને અપીલ કરતા આજે આ દિકરીઓના બેંક ખાતામાં 22 લાખ રૂપયા જમા કરાવ્યા છે . અને શિક્ષણની જવાબદારી મહેશભાઈ રામાણીને સોંપવામાં આવી છે .

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પરંતુ એક્સિડન્ટ થતા રાજકોટ વિસ્તારના પાટીદાર સમાજના અગ્રણી અને ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા દ્વારા સી.એમ. ફંડમાંથી 4-4 લાખ રૂપિયા માટે મૃતક દિઠ જાહેર કરવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને જાણ કરતા તેઓએ તુરંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટેલિફોનીક જાણ કરતા સી.એમ. મિટીંગમાં હોવા છતાં તેઓએ શરૂ મિટીંગમાં બહાર આવી મૃતકોના પરિવારની બચેલી ત્રણેય દિકરીઓ માટે 24 લાખની સહાયની જાહેરાત કરેલ આજે આ ત્રણેય દિકરીઓ માટે સી.આર.પાટીલે ત્રણેય દિકરીઓને 25,000 + 25,000 + 25,000 = એમ કુલ 75,000 ની રોકડ સહાય કરેલ છે અને તેમને કંઈપણ કામ માટે મદદ કરવાની તત્પર્તા દર્શાવી હતી .

માત્ર રાજકીય નહીં પણ સામાજિક આ દુઃખદ ઘટનામાં સંવેદનશીલતા પ્રગટી હતી . જેની ચારે તરફથી પ્રાર્થના લોકોએ કરી છે . ત્રણેય દિકરીના ભવિષ્યની ચિંતા કરી સંવેદનતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડ્યું છે . 22 લાખ રૂપિયા પ્રફુલભાઈ અને તેમની ટીમ દ્વારા એકઠા કરવામાં આવેલ છે . 24 લાખ રૂપિયા સી.એમ. ફંડમાંથી સી.આર. પાટીલની ભલામણથી એકઠા કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : Surat : તમિલનાડુના વેપારીએ સુરતના 11 વેપારીઓને 16.24 લાખનો ચૂનો ચોપડ્યો

g clip-path="url(#clip0_868_265)">