Ahmedabad: જાહેર રસ્તા પર મહિલા સાથે એસીડ એટેકની ઘટના, આરોપી એસિડ એટેક કરી ફરાર, જાણો સમગ્ર મામલો

|

Mar 07, 2022 | 1:28 PM

અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં જાહેર રોડ પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા પર એસીડ એટેક કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા શરીર પર એસિડ એટેક થતાં મોઢું અને છાતીનો 15 ટકા જેટલો ભાગ બળી ગયો છે.

Ahmedabad: જાહેર રસ્તા પર મહિલા સાથે એસીડ એટેકની ઘટના, આરોપી એસિડ એટેક કરી ફરાર, જાણો સમગ્ર મામલો
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: એસિડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત દીપિકા પાદુકોણ સ્ટારર ‘છપાક’ ફિલ્મ જેવી ધટના અમદાવાદમાં બની છે. જ્યાં ઘાટલોડિયા જાહેર રોડ પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા પર એસીડ એટેક (Ahmedabad acid attack) કર્યો હોવાની ઘટના સામે આવી છે. પીડિત મહિલા દાઝી જતા હોસ્પિટલમાં સારવાર અર્થે છે પોલીસે ગુનો નોંધી આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે. શહેરમાં વધુ એક એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ રોડ પર 39 વર્ષીય મહિલા પર શિવા નાયક નામનો યુવક એસિડ એટેક કરી ફરાર થઈ ગયો હતો.

મહિલા શરીર પર એસિડ એટેક થતાં મોઢું અને છાતીનો 15 ટકા જેટલો ભાગ બળી ગયો છે. જો કે હાલ તે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે. પોલીસે પીડિત મહિલાની ફરિયાદ લઈ પૂછતાં સામે આવ્યું કે, એક તરફી પ્રેમમાં શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. પરતું મહિલા વાતચીત ન કરતા એસિડ એટેક કર્યો હતો. ઘાટલોડિયા પોલીસે શિવા નાયક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ધાટલોડિયામાં રહેતી પીડિત મહિલા તેના પતિથી અલગ રહે છે. મહિલા પોતાના બે બાળકો સાથે રહી ચાર-પાંચ ઘરના ધરકામ કરી ગુજરાન ચલાવે છે. પીડિત મહિલા કહેવું છે કે, આજ થી આઠ મહિના પહેલા લખુડી તળાવ પાસે સિનિયર સીટીઝનના ઘરે પીડિત મહિલા કેર ટેકર તરીકે કામ કરતી હતી. તેવામાં રીક્ષા ચાલક શિવા નાયક સાથે મહિલાનો પરિચિત થયો. જ્યાં કામ કર્યા બાદ મહિલા શિવા નાયકની રિક્ષામાં ઘરે જતી હતી. ત્યાર બાદ શિવા અને મહિલા એકબીજા વાતચીત કરતા હતા. જે પછી શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો જેથી મહિલાએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પરતું અચાનક ગત્ત રાત્રે મહિલાને શિવાએ રોકી વાત કરવાનું કહ્યું હતું પણ મહિલા વાત કર્યા વગર જતી રહી. બસ આ જ વાત ને લઈ શિવા નાયક ગુસ્સો આવતા થોડીક વારમાં જ એસિડનો ડબ્બો લાવી શિવાએ જાહેર રોડ પર મહિલા પર એસિડ છાંટી ફરાર થઈ ગયો હતો. મહિલા દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. એસિડ એટેક કરનાર આરોપી શિવા નાયક પકડવા ઘાટલોડિયા પોલીસ અને ક્રાઇમ બ્રાંચ અલગ અલગ ટિમ બનાવી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ એસિડ એટેક ભોગ બનેલ મહિલાની તબિયત હાલ સુધારા પર છે છે.

આ પણ વાંચો: JEE Mains 2022: NTAએ JEE મુખ્ય અભ્યાસક્રમ બહાર પાડ્યો છે, આ વિષયો માટે ચોક્કસપણે તૈયારી કરો

આ પણ વાંચો: UPSC Success Story: સૃષ્ટિ દેશમુખે એન્જિનિયરિંગ સાથે UPSC ની તૈયારી કરી, પહેલા જ પ્રયાસમાં IAS ઓફિસર બની

Next Article