Ahmedabad : મણિનગરમાં ચોરી કરવા આવેલી દિલ્હી ગેંગનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

|

Jan 19, 2022 | 10:04 PM

મૂળ ઉત્તરપ્રદેશનો ભારત ચૌધરી દિલ્હીમાં રહે છે. અગાઉ પણ ભારત ચૌધરી અને જાહેદખાન પોતાના બે સાગરીત રિજવાન અને શાહનવાઝ સાથે મણિનગરમાં 2019માં રૂ 25 લાખની ચોરી કેસમાં ઝડપાયા હતા.

Ahmedabad :  મણિનગરમાં ચોરી કરવા આવેલી દિલ્હી ગેંગનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા
અમદાવાદમાં દિલ્હી ગેંગના બે સાગરિતો ઝડપાયા

Follow us on

Ahmedabad : મણિનગરમાં પોલીસે ઘરફોડ ચોરી કરવા આવેલી દિલ્હી ગેંગના (Delhi Gang) બે આરોપીની કરી ધરપકડ. આર્થિક મંદીમાં આ ગેંગ ફ્લાઈટના બદલે ટ્રેનમાં ચોરી (train) કરવા પહોંચી. અગાઉ મણિનગરમાં જ ચોરી કેસમાં ઝડપાયા હતા. કોણ છે આરોપીઓ. વાંચો આ અહેવાલ.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ભારત ચૌધરી અને જાહેદખાન ઉર્ફે જાયાદખાન પઠાણ ઘરફોડ ચોરી કરે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઇ ગયા. પોલીસે તેમની પાસેથી ચોરી કરવા માટે બનાવેલ વિશેષ પ્રકારનું હથિયાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઘટનાની વાત કરીએ તો આ બન્ને આરોપીઓ મણિનગર પોલીસ સ્ટેશન નજીક સોસાયટીમાં ચોરી કરવાના ઇરાદે જઇ રહ્યા હતા. ત્યારે મણિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભારત ચૌધરી શંકાસ્પદ લાગ્યો. અને તેનું ચેકીંગ કરતા ચોરીના સાધનો મળી આવ્યા. આરોપી ભારત ચૌધરી અગાઉ પણ પોતાના સાગરીતો સાથે મણિનગરમાં ચોરી કરવા આવ્યો હતો. અને પોલીસે ધરપકડ કરી હતી.. જેથી ભારત ચૌધરીને જોતા જ પોલીસ કર્મચારી ઓળખી ગયો. અને આ બંને ચોર ચોરીને અંજામ આપે તે પહેલાં જ ઝડપાઇ ગયા.

મૂળ ઉત્તરપ્રદેશનો ભારત ચૌધરી દિલ્હીમાં રહે છે. અગાઉ પણ ભારત ચૌધરી અને જાહેદખાન પોતાના બે સાગરીત રિજવાન અને શાહનવાઝ સાથે મણિનગરમાં 2019માં રૂ 25 લાખની ચોરી કેસમાં ઝડપાયા હતા. ત્યાર બાદ 2021માં જૂન માસમાં રૂ 2.60 લાખની ચોરી કરીને ફરાર હતા. ત્રીજી વખત આ ગેગ ચોરી કરવા મણિનગર પહોંચી અને પોલીસની સતર્કતાના કારણે ઝડપાઇ ગઈ. મહત્વનું છે કે આ ગેંગ ફ્લાઇટમાં ચોરી કરવા માટે અમદાવાદ આવે છે. પરતું આર્થિક મંદીના લીધે ટ્રેનમાં ચોરી કરવા અમદાવાદ પહોંચ્યા. હદ તો ત્યાં થઈ કે આરોપી અગાઉ મણિનગર પોલીસ ના હાથે ઝડપાયા હોવાથી રેલવે સ્ટેશનથી મણિનગર પોલીસ સ્ટેશનની રિક્ષા કરી. અને પોલીસ સ્ટેશનની સામે જ ચોરી કરવા પહોંચ્યા. આ દિલ્હી ગેંગના સાગરીતોએ 3 વખત મણિનગર વિસ્તારને જ ટાર્ગેટ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઘરફોડ ચોરીના મુખ્યસૂત્રધાર ભારત ચૌધરી ખુદને નિર્દોષ કહે છે. તેને ચોરી કરવી નથી. પરંતુ દિલ્હીનો કુખ્યાત ગેંગસ્ટર આસિફ અલી ચોરી કરાવવા દબાણ કરે છે. જેલમાંથી ફોન કરીને ચોરી કરવાનું કહે છે અને ચોરીના પૈસામાંથી હપ્તો માંગે છે. મણિનગર પોલીસે આરોપીના આ આક્ષેપને લઈને દિલ્હીના ગેંગ સ્ટર અને તેની ગેંગના ફરાર આરોપીઓ ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી.

આ પણ વાંચો : Ahmedabad : એક કા ડબલના કેસમાં ઠગ ભાઇ-બહેનની ધરપકડ, ઠગબાજોએ 3 કરોડનું ચૂનો ચોપડયો

આ પણ વાંચો : રાજયના સરકારી તબીબો આવતીકાલથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરશે, વિવિધ માંગણીઓનું નિરાકરણ ન આવતા તબીબોમાં અસંતોષ

Next Article