AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજયના સરકારી તબીબો આવતીકાલથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરશે, વિવિધ માંગણીઓનું નિરાકરણ ન આવતા તબીબોમાં અસંતોષ

રાજયના સરકારી તબીબો આવતીકાલથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરશે, વિવિધ માંગણીઓનું નિરાકરણ ન આવતા તબીબોમાં અસંતોષ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 9:43 PM
Share

આ તરફ સરકારી તબીબોની માગણીઓ મુદ્દે આરોગ્ય પ્રધાને મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી છે. ચર્ચા બાદ સીએમએ ત્રણ પ્રધાનોની પેટા કમિટીની રચના કરી છે. આ કમિટીએ તબીબોની એડ હોક સેવા નિયમિત કરવા, પગાર સહિતની માંગણીઓ પર અહેવાલ આપ્યો હતો.

રાજ્યના સરકારી તબીબો (DOCTORS) આવતીકાલથી (20 JANUARY 2022)અનિશ્ચિત મુદતની હડતાળ (STRIKS) કરશે. કાયમી ભરતી, પેન્શન યોજના સહિતની 12 માગણીઓ સાથે સરકારી તબીબો હડતાળ પર ઉતરી જશે. રાજ્યના 10 હજાર તબીબો હડતાળ પર જાય તેવી શકયતા છે. હડતાળને કારણે ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ ખોરવાશે. સવારે 10 વાગ્યે તબીબો બી.જે.મેડિકલ કોલેજ ખાતે તબીબો એકઠા થશે. અનેક રજૂઆત છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તબીબો હડતાળ કરશે. નોંધનીય છેકે કોરોના મહામારી વચ્ચે તબીબોની હડતાળ અનેક સમસ્યાઓ ઉભી કરે છે. અને, વિકટ પરિસ્થિતિમાં તબીબોની હડતાળને કારણે દર્દીઓ પરેશાન થાય છે.

તબીબોની માગણીઓ મુદ્દે આરોગ્યપ્રધાને મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી

આ તરફ સરકારી તબીબોની માગણીઓ મુદ્દે આરોગ્ય પ્રધાને મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી છે. ચર્ચા બાદ સીએમએ ત્રણ પ્રધાનોની પેટા કમિટીની રચના કરી છે. આ કમિટીએ તબીબોની એડ હોક સેવા નિયમિત કરવા, પગાર સહિતની માંગણીઓ પર અહેવાલ આપ્યો હતો.તબીબોની લાગણી પેટાસમિતિએ ધ્યાન પર લીધી છે.. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય પ્રધાને સરકારી તબીબોના તમામ પ્રશ્નો ધ્યાને લીધા છે.. સાથે જ બધી માગણીઓ સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે આગામી એક-બે દિવસોમાં તબીબોના એસોસિએશન સાથે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Covid -19 : કેરળમાં ઓમિક્રોનનો હાહાકાર, પોઝિટિવિટી રેટ વધીને 37.17 ટકા થયો, આરોગ્ય પ્રધાને કહ્યું – આગામી ત્રણ અઠવાડિયા મહત્વપૂર્ણ

આ પણ વાંચો : મોટા સમાચાર ! મહારાષ્ટ્રમાં સોમવારથી ખુલી શકે છે સ્કુલ, શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આપી આ મહત્વની માહીતી

Published on: Jan 19, 2022 09:35 PM
g clip-path="url(#clip0_868_265)">