Ahmedabad : પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા

|

Jan 06, 2022 | 6:41 PM

પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સીઝનેબલ વેપાર સાથે સંકળાયેલા છે. ઓછી મૂડીમાં વધુ નફો કમાવવાના હેતુથી આરોપીઓ આ ચાઇનીઝ દોરીનો જથ્થો લાવ્યા હતા.

Ahmedabad :  પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા
Ahmedabad: 3 accused nabbed with quantity of banned Chinese rope

Follow us on

ઉત્તરાયણના (Kite Festival) તહેવારની પહેલા ગ્રામ્ય એસઓજીએ (SOG) મોટી માત્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો (Chinese rope) જથ્થો ઝડપી પાડયો છે. એસઓજીની ટીમને બાતમી મળતા એક જ દિવસમાં બે જગ્યાએ રેડ કરતાં કુલ સાત લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.

ગ્રામ્ય એસઓજીની ટીમે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીપક રાણા નામનાં આરોપી પાસે 302 નંગ ચાઇનીઝ દોરીના (Chinese rope) જથ્થા સાથે ઝડપી પાડયો છે. અને દસ્ક્રોઇ તાલુકાના કાશીન્દ્રા ગામ નજીક આવેલ ગ્રીન સોસાયટી પાસે આરોપી ઉત્તમ ઠાકોર અને ધરમ ભાઈ ઠાકોર ચાઈનીઝ દોરીના 1090 રીલનો જથ્થો લઈને સપ્લાય કરતા હતા. તે જ સમયે ગ્રામ્ય એસઓજીની ટીમે આરોપીઓને ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કરી દીધો હતો.

પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સીઝનેબલ વેપાર સાથે સંકળાયેલા છે. ઓછી મૂડીમાં વધુ નફો કમાવવાના હેતુથી આરોપીઓ આ ચાઇનીઝ દોરીનો જથ્થો લાવ્યા હતા. એટલું જ નહીં પકડાયેલા ત્રણેય આરોપીઓ હોલસેલમાં પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી 7 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હાલ તો પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આ ચાઇનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યા અને અગાઉ કોઈને માલ વેચેલો છે કે કેમ તે દિશા માં તપાસ શરું કરી છે. ત્યારે આરોપીઓની પૂછપરછમાં મોટા ડીલરોના નામ સામે આવવાની સંભાવના સેવાઈ રહી છે.

આ પણ વાંચો : Ahmedabad : ઉતરાયણ પર્વને કોરોનાનું ગ્રહણ, પોળમાં ધાબા ભાડે રાખવાની ડિમાન્ડમાં ઘટાડો

આ પણ વાંચો : Virat Kohli Captaincy: રવિ શાસ્ત્રીએ કહ્યું- સૌરવ ગાંગુલીએ કેપ્ટનશિપ વિવાદ પર જવાબ આપવો જોઈએ, સત્ય બહાર આવવું જોઈએ

Next Article