સગીરાના હાથે રહેલ ટેટુ હટાવવાના બહાને નરાધમે દુષ્કર્મ આચર્યું, વીડિયો રેકોર્ડ કરી દસ દિવસમાં બે વખત દુષ્કર્મ આચર્યું

સગીરાના હાથે રહેલ ટેટુ હટાવવાના બહાને નરાધમે દુષ્કર્મ આચર્યું, વીડિયો રેકોર્ડ કરી દસ દિવસમાં બે વખત દુષ્કર્મ આચર્યું
પ્રતિકાત્મક તસ્વીર

આરોપી ભંવરલાલ દરરોજ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા સગીરાએ ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો (Suiside) પ્રયાસ કરતા મામલો સામે આવ્યો અને પરિવારે નરાધમ વિરોધ ફરિયાદ નોંધાવી.

Mihir Soni

| Edited By: Utpal Patel

May 11, 2022 | 4:54 PM

અમદાવાદના (Ahmedabad) યુનિવર્સિટી વિસ્તારમાં પાડોશી આધેડે 17 વર્ષની સગીરાને પોતાની હવસનો (Rape)શિકાર બનાવી, અને સગીરાને બ્લેકમેલ કરતો હતો. જે મામલે સગીરાએ ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાની કોશિશ કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસે (POLICE)ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી.

યુનિવર્સિટી પોલીસની કસ્ટડીમાં આવેલા 45 વર્ષીય ભંવરલાલની ધરપકડ બળાત્કાર અને ધમકી આપવાના ગુનામાં કરવામાં આવી છે. 45 વર્ષીય આ નરાધમ ભંવરલાલએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાને દસ દિવસમાં બે વખત પોતાની હવસનો શિકાર બનાવી. સાથે જ બળાત્કાર સમયનો વિડિયો રેકોર્ડ કરી સગીરાને ધમકી પણ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેથી યુનિવર્સિટી પોલીસે પોક્સો, બળાત્કાર અને બ્લેકમેલીંગની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જોકે સગીરાના માતા-પિતા બહારગામ ગયા હતા. જેથી નજીકમાં રહેતા સંબંધીને ઘરે સગીરાને મૂકી ગયા હતા. જ્યાં પાડોશમાં રહેતો ભંવરલાલએ સગીરાને હાથમાં રહેલા ટેટુ હટાવવાના બહાને લઈ જઈ પહેલી વખત તેની સાથે હોટલમાં બળાત્કાર ગુજાર્યો અને તેનો વિડીયો રેકોર્ડ કરી બીજી વખત પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું.

45 વર્ષીય નરાધમ ભંવરલાલની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે કે પોતે પરિણીત છે. અને પરિવાર રાજસ્થાન વસવાટ કરે છે. સાથે જ સગીરાના માતા-પિતા સાથે નરાધમ ભંવરલાલ પિરિચિત હોવાથી તેના પર ભરોસો રાખી માતા સગીરાને આરોપીના ઘરે મોકલીને બહાર પણ જતી હતી. જો કે સગીરા માતા-પિતા ધાર્મિક કામે બહાર ગયા હતા. ત્યાં નરાધમ ભંવરલાલે સગીરા ટેટુ હટાવવામાં બહાને બહાર લઈ જઈ સિટીએમ એક હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું જે શારીરિક સંબંધ બાંધતા બન્ને વિડ્યો રેકોર્ડ કર્યો જે વિડિયો બતાવી બ્લેકમેલ કરી ફરી તેના ઘરે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ભંવરલાલ દરરોજ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા સગીરાએ ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા મામલો સામે આવ્યો અને પરિવારે નરાધમ વિરોધ ફરિયાદ નોંધાવી. જેથી પોલીસે એની ધરપકડ કરી તેના મોબાઇલમાં રહેલા સગીરાના ફોટા અને વિડિયો કબજે કરી, મોબાઈલ તપાસ માટે એફએસએલ ખાતે મોકલી આપેલ છે.

છેડતી અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં મોટાભાગના કેસમાં ભોગ બનનાર ના પરિચિત જ આરોપી હોવાનું સામે આવ્યું છે.ત્યારે અજાણ્યા યુવકોની નજરોથી બચી જતી સગીરા અને મહિલાઓ પરિચિતની હવશથી કેવી રીતે બચશે તે એક મોટો પ્રશ્ન છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati