અરે રે! કોરોનામાં થયેલું દેવું ભરવા કિડની વેચવા ગયો સુરતનો યુવાન, પછી જે થયું તે છે ખુબ જ દુખદ

સુરતના એક યુવાનની કરુણ કથા સામે આવી છે. કોરોના કાળમાં દેવું વધી જતા યુવાને કિડની વેચવાનું નક્કી કરી લીધું. પરંતુ કરમની કઠણાઈ એવી આવી કે તેમાં પણ લાખોની છેતરપીંડી થઇ ગઈ.

અરે રે! કોરોનામાં થયેલું દેવું ભરવા કિડની વેચવા ગયો સુરતનો યુવાન, પછી જે થયું તે છે ખુબ જ દુખદ
A young man from Surat went to sell a kidney to pay off a debt and became a victim of a scam
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 14, 2021 | 2:56 PM

કેટલીક વાર આર્થિક ભીંસ તમને એ હદે પકડમાં લઈ લે છે કે તમે ઇચ્છો તો પણ તેની બહાર આવી શકતા નથી. અને તેના વમળમાં વધુ ને વધુ ફસાતા જાઓ છે. સુરતના એક યુવાન સાથે પણ આવું જ કંઈક થયું છે. હવે તમે તેને નસીબની બલિહારી ગણો કે બીજું કંઈ પરંતુ આ હકીકત છે.

સુરતના નાનપુરા વિસ્તારમાં ફોર વ્હીલ ગાડીના કમિશન એજન્ટ તરીકે કામ કરતા અરબાઝ રાણાને કોરોના બાદ આવેલા લોકડાઉનને કારણે ધંધામાંથી હાથ ગુમાવવો પડ્યો. પરિવારની બધી જવાબદારી માથે આવી જતા બોજો વધુ વધી ગયો. બહેનના લગ્નના કારણે માથે દેવું પણ વધી ગયું. આર્થિક બોજો એટલો મુશ્કેલ લાગવા લાગ્યો કે તેમાંથી બહાર નીકળવા તેના મગજમાં નકારાત્મક વિચારો સતત આવ્યા કરતા હતા. જેથી તેમાંથી છુટકારો મેળવવા આ યુવાને આખરે તેની કિડની વેચવાનો નિર્ણય કરી લીધો.

કિડની વેચીને રૂપિયા કમાવવા તેણે ગૂગલ પર CELL KIDNEY FOR MONEY લખીને સર્ચ કરતા ઘણા વિકલ્પો સામે આવ્યા. જેમાંથી એક વેબસાઈટનો તેણે સંપર્ક કર્યો. જેણે તેને બેગ્લોરની હોસ્પિટલના ફોટોગ્રાફ્સ અને માહિતી બતાવી કિડનીના બદલામાં 4 કરોડ રૂપિયા આપવાની લાલચ આપી. પહેલા 2 કરોડ રૂપિયા જમા કરાવશે તેવી લોભામણી વાતો કરી હોસ્પિટલના રજિસ્ટ્રેશન ફી તરીકે તેની પાસેથી સૌથી પહેલા 9,999 રૂપિયા લઈ લેવાયા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જોકે આ યુવાન અહીં પણ ન સમજ્યો. પહેલા ખાતામાં 2 કરોડ અને કિડની ડોનેટ કર્યા પછી બે કરોડ આપવામાં આવશે તેવી વાતમાં આવીને ફરી તેની પાસે ટ્રાન્સફર ફી પેટે બીજા 35 હજાર અને એમ કરીને બાદમાં તેની પાસેથી ઇન્કમટેક્ષ ફી વગેરે કહીને અલગ અલગ ખાતામાં કુલ રૂ.14, 78,400 પડાવી લેવામાં આવ્યા.

બદલામાં દેવું ચૂકતે કરવા ન તો તે પોતાની કિડની વેચી શક્યો ન તો તેને 4 કરોડ રૂપિયા મળ્યા. અધૂરામાં પૂરું તેણે 14 લાખ રૂપિયાથી પણ હાથ ધોવા પડ્યા. આ માટેની ફરિયાદ તેણે સુરત સાઇબર પોલીસ મથકમાં નોંધાવી છે. અને છેતરપીંડી કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: ‘ફિરસે ઉડ ચલા’: બીજી લહેર બાદ સુરત એરપોર્ટ પર પહેલી વાર આટલા મુસાફરો, જાણો નવી ફ્લાઈટ્સ વિશે

આ પણ વાંચો: સુરતના યુવાને BSF જવાનોને આપી ઇઝરાયલ મિલેટ્રીને અપાતી આ ખાસ ટ્રેનિંગ, જાણો આ ટ્રેનિંગ વિશે

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">