AHMEDABAD: આધેડ નરાધમે ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, વતન ભાગે તે પહેલા પોલીસે ઝડપી લીધો

|

Sep 15, 2021 | 5:42 PM

AHMEDABAD: શહેરમાં કમકમાટી ઉભી કરી દે એવી ઘટના સામે આવી છે. વાડજના એક નરાધમે ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું.

AHMEDABAD: આધેડ નરાધમે ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, વતન ભાગે તે પહેલા પોલીસે ઝડપી લીધો
A middle-aged man raped a three-year-old girl child in vadaj, Ahmedabad

Follow us on

મુંબઈમાં થયેલી બલાત્કારની ઘટનાની આગ સમગ્ર દેશના લોકોના દિલમાં લાગેલી છે. આવા સમયે ગુજરાતના અમદાવાદમાં કમકમાટી ઉભી કરી દે એવી ઘટના સામે આવી છે. વાડજના એક નરાધમે ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું. હેવાન આધેડે બાળકીને રમાડવાના બહાને દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ આચર્યા બાદ આધેડ ફરાર થઈ ગયો હતો પરતું પોલીસે ગણતરીના કલાકોમાં રેલવે સ્ટેશનથી આધેડ ઝડપી લીધો.

તસ્વીરમાં જોવા મળતો નરાધમ આધેડ રામશરણ ચૌહાણ છે. જેણે તેની દિકરીથી પણ નાની ઉંમરની 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચર્યા બાદ આધેડ ફરાર થઈ ગયો બાળકીની હાલત જોઈને તેના માતા પિતાએ બાળકીને પૂછતા આ આધેડનો ભાંડો ફૂટ્યો. પરિવાર બાળકી લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે પણ આ દુષ્કર્મના ગંભીર ગુનાને લઈને અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી. આ દરમિયાન આરોપીને રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પોતાના વતન જાય તે પહેલા જ પોલીસે દબોચી લીધો.

પકડાયેલ આરોપી રામશરણ ચૌહાણ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. ત્યાં પત્ની અને બે દીકરીઓ રહે છે અને છેલ્લાં ઍક વર્ષથી તે અમદાવાદમાં રોજગારી માટે આવ્યો હતો. વાડજ વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરતો હતો. આધેડ આરોપીએ પાડોશમાં સંબંધ બનાવીને આ બાળકીને રમાડવાના બહાને તેના ઘરે લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે અગાઉ પણ આ બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. બીજી બાજુ આધેડની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આ ફૂલ જેવી બાળકીના મેડિકલ રિપોર્ટ કરાવી અને વધુ તપાસ શરૂ કરવામાં છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નિર્દોષ બાળકી પર થયેલા બનાવને જોતાં ફરી એક વખત બાળકીઓની સલામતીને લઈને સવાલો ઉઠયો છે. પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ પણ ખુબ છે. એક તરફ મુંબઈમાં બનેલી ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે ત્યારે એ પણ સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું ખરેખર અમદાવાદ હવે સુરક્ષિત છે?

 

આ પણ વાંચો: AHMEDABAD: રક્ષક જ બન્યા ભક્ષક! PSI અને પાડોશીના ત્રાસથી વૃદ્ધે ટૂંકાવ્યું જીવન, સ્યુસાઈડ નોટમાં લખી ચોંકાવનારી વાત

આ પણ વાંચો: વાઈનશોપની પરમિશન માટે તોડી પડાયું શિવ મંદિર, સેલવાસના સ્થાનિકો 25 વર્ષથી કરતા હતા પૂજા

Next Article