દ્વારકા ડ્રગ્સ રેકેટ કેસમાં આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર, પુછપરછમાં ખુલશે અનેક રાઝ

|

Nov 11, 2021 | 3:08 PM

સલાયામાંથી ડ્રગ્સ મળવાના કેસમાં આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. સલાયા ગામે સલીમ કારા અને અલી કારાના રહેણાંક ઘરે ડ્રગ્સને સીલ કરવામાં આવ્યું છે. આ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મોકલવામાં આવ્યું હતું.

દ્વારકા ડ્રગ્સ રેકેટ કેસમાં આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર, પુછપરછમાં ખુલશે અનેક રાઝ
9-day remand granted to accused in Dwarka drugs racket case, many secrets to be revealed in interrogation (file)

Follow us on

દેવભૂમિદ્વારકાના સલાયામાંથી ડ્રગ્સ મળવાના કેસમાં આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપી શહેજાદને પોલીસે ખંભાળિયાની કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આરોપીના 9 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. તો બીજી તરફ પોલીસની તપાસ દરમિયાન કુલ 63 કિલો 17 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. જેની કિંમત 310 કરોડ 9 લાખ 50 હજાર આંકવામાં આવી છે.

મહત્વનું છે કે મહારાષ્ટ્રના શહેજાદની પૂછપરછમાં બે સપ્લાયરના નામ સામે આવ્યા છે. પોલીસે બંને આરોપી ભાઈની અટકાયત કરી છે. સલાયા ગામે સલીમ કારા અને અલી કારાના રહેણાંક ઘરે ડ્રગ્સને સીલ કરવામાં આવ્યું છે. બંને ભાઈ પાસેથી 47 પેકેટ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મોકલવામાં આવ્યું હતું. ડ્રગ્સનો જથ્થો સલાયાથી મહારાષ્ટ્ર પહોંચે તે પહેલા જ દ્વારકા પોલીસને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ બંને આરોપી અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છેકે આ સાથે જ ગુજરાતમાં વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. દ્વારકા પોલીસે 66 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત હાલમાં સાડા ત્રણસો કરોડ કહેવામાં આવી રહી છે. સમુદ્રના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. ત્યાર દ્વારકા પોલીસે તેને ઝડપી પાડ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જો કે 66 કિલો ડ્રગ્સના જથ્થાની કિંમત અંદાજે 310 કરોડ 9 લાખ 50 હજાર જેટલી જણાવવામાં આવી રહી છે. ત્યારે આંતરાષ્ટ્રીય કીમત 350 કરોડની હોવાની વાત બહાર આવી છે. જિલ્લાના વાડીનાર અને સલાયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ ઓપરેશન હાથ ધરાયું હતું.

છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં ડ્રગ્સ સામે પોલીસે સકંજો કસ્યો છે.દેવભૂમિદ્વારકામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. તો છોટાઉદેપુરમાં મંગળવારે 70.86 લાખના ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો. એટલું જ નહિં અમદાવાદ ગ્રામ્ય SOGએ બુધવારે 1.70 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. તો સુરતમાંથી પણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતમાં કુલ રૂ.365 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

આ પણ વાંચો : ”પદ્મશ્રી”થી સન્માનિત કંગનાનો બફાટ ‘1947 માં ભીખ માંગીને મળી આઝાદી’, વરુણ ગાંધીએ પુછ્યું આને પાગલપન કહેવું જોઈએ કે દેશદ્રોહ ?

Published On - 3:07 pm, Thu, 11 November 21

Next Article