AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KUCTH : મુન્દ્રા ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં 8 શખ્સોની ધરપકડ, 4 રાજ્યોમાં તપાસનો ધમધમાટ

અત્યાર સુધીમાં ચાર 4 અફઘાન નાગરિકો, 1 ઉઝબેક નાગરિક અને 3 ભારતીય નાગરિકો સહિત કુલ 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

KUCTH : મુન્દ્રા ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં 8 શખ્સોની ધરપકડ, 4 રાજ્યોમાં તપાસનો ધમધમાટ
8 person arrested so far in Mundra drugs case, probe in 4 states
Jay Dave
| Edited By: | Updated on: Sep 22, 2021 | 11:27 PM
Share

તપાસ દરમ્યાન દિલ્હીના ગોડાઉનમાંથી 16.1 કિલો હેરોઈન, શંકાસ્પદ કોકેઇનનો 10.2 કિલો પાવડર અને 11 કિલો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે. 

KUCTH :ભારતમાં વિદેશોમાંથી સપ્લાય થતા ડ્રગ્સ અને ડ્રગ્સ રેકેટ પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ગત સપ્તાહે ઝડપેલા બે કન્ટેનર ઝડપી તેની તપાસ શરૂ કરી હતી. આ કન્ટેનર ઈરાન થઈને અફઘાનિસ્તાન થઇ મુન્દ્રા પોર્ટ પર આવ્યુ હતું. કન્ટેનરમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ હોવાનું જાહેર કરાયું હતું. કન્ટેનરની વિગતવાર તપાસથી બે કન્ટેનરમાંથી 17 સપ્ટેમ્બર અને 19 સપ્ટેમ્બરના રોજ 2988 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યુ હતું, જેમાં વિજયવાડા રજીસ્ટર થયેલી પેઢીના દંપિતનુ નામ સામે આવ્યું હતું.

ભારતના અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ હેરફેરના કિસ્સામાં દંપતિના 10 દિવસની રીમાન્ડ મેળવ્યા બાદ વિવિધ એજન્સીઓ તપાસમાં જોડાઇ છે. આજે ભારતના નાણા મંત્રાલયે એક યાદી જાહેર કરી છે, જેમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી વિષેની વિગતો અપાઇ છે. મુન્દ્રા અદાણી બંદરેથી ઝડપાયેલા આ હેરોઇન ભરેલા કન્ટેનરની તપાસમાં અત્યાર સુધી નવી દિલ્હી, નોઈડા (યુપી), ચેન્નઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી, ગાંધીધામ અને વિજયવાડામાં તપાસ કરવામાં આવી રહી છે.

તપાસ દરમ્યાન દિલ્હીના ગોડાઉનમાંથી 16.1 કિલો હેરોઈન, શંકાસ્પદ કોકેઇનનો 10.2 કિલો પાવડર અને 11 કિલો શંકાસ્પદ પદાર્થ મળી આ કેસમાં અત્યાર સુધીમાં ચાર 4 અફઘાન નાગરિકો, 1 ઉઝબેક નાગરિક અને 3 ભારતીય નાગરિકો સહિત કુલ 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા ભારતીય નાગરિકોમાં આયાત નિકાસ કોડ (IEC)ધારકનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ માલની આયાત કરવા માટે કરવામાં આવતો હતો. તેની ચેન્નઈથી ધરપકડ કરી રીમાન્ડ મેળવવામાં આવ્યા છે. તપાસ દરમ્યાન વધુ કેટલાક મહત્વના ખુલાસાઓ થઇ શકે છે.

ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી ATS અને કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી ઘૂસાડવામાં આવતા કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની અંદાજીત કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધારે થવા જઇ રહી છે. આ બંને કન્ટેનર અફઘાનિસ્તાન વાયા ઈરાનથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. જેમાં જથ્થો મંગાવનાર બે ઇમ્પોર્ટરની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

બીજી બાજુ પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા 150 કરોડના ડ્રગ્સ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. 150 કરોડના ડ્રગ્સ કેસમાં હવે શ્રીલંકા સાથે તાર જોડાયા છે. ઈરાની આરોપીએ શ્રીલંકામાં પણ ડ્રગ્સ મોકલ્યું હતું એવા ખુલાસા થયા છે. આ મામલે શ્રીલંકા પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો હોવાના સમાચાર મળ્યા છે.

આ પણ વાંચો : BHAVNAGAR : ભાલ પંથકમાં કુદરતનો કહેર, વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ઉભો પાક બળી જવાનો ડર

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">