AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, મોરબીના ઝીંઝુડા ગામેથી ઝડપાયું 600 કરોડનું હેરોઈન

Gujarat: મોરબીના ઝીંઝુડા ગામેથી ગુજરાત ATS એ 600 કરોડનું હેરોઇન ઝડપ્યુ છે. ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી છે.

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, મોરબીના ઝીંઝુડા ગામેથી ઝડપાયું 600 કરોડનું હેરોઈન
600 crore heroin seized from Zinzuda village of Morbi by Gujarat ATS
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 9:11 AM
Share

ગુજરાત ATSની મોટી કાર્યવાહી. મોરબીના ઝીંઝુડા ગામેથી ATS એ 600 કરોડનુ હેરોઇન ઝડપ્યુ હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર કેસમાં ATS એ 3 આરોપીઓની કરી અટકાયત કરી પુછપરછ ચાલુ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે દ્વારકા બાદ મોરબીના ઝીંઝુડા ગામમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે.

મળેલી માહિતી અનુસાર ATS એ મધ્યરાત્રીએ આ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં કરોડોના ડ્રગ્સના જથ્થો સાથે ત્રણ શખ્સની અટકાયત કરવામાં આવી છે. ગામના બે મકાનમાં તપાસ કરતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાની ચર્ચા જોવા મળી રહી છે. તો સમગ્ર મામલે એટીએસ અને સ્થાનિક પોલીસના ટોચના અધિકારીઓ હાલ મૌન સેવી રહ્યા છે.

પરંતુ મળતી માહિતી પ્રમાણે, ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુના મકાનમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જ્યાં ATSની ટીમે રવિવારની રાત્રે બે મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ડ્રગ્સ ઝડપાયું છે. જે શખ્સોની ધરપકડ કરાઈ છે તેમાં ગુલાબ હુસૈન, શમસુદ્દીન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારનો સમાવેશ થાય છે.

ગુલાબ હુસૈન જામનગરના સલાયાનો રહેવાસી છે. મુખ્તાર જબ્બાર જામનગરના જોડિયાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગુલાબ અને મુખ્તારે પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસની ધોંસ વધતાં મોરબીના અંદરિયાળ ગામના મકાનમાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું. હેરોઈનના આ જથ્થાના તાર ગુજરાત બહાર પણ હોવાનું સામે આવ્યું છે. જે બાબતે કેન્દ્રની એજન્સીઓને જાણ કરાઈ છે.

ત્યારે જે રીતે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાત સેફ પેસેજ બની રહ્યું છે. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે.

મોરબીના ઝીંઝુડા ગામમાં 120 કિલો હેરોઈન સાથે 2 ની અટકાયત કરી હોવાની માહિતી સામે આવી છે. આ પ્રમાણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ડ્રગ્સ 500 થી 600 કરોડ રૂપિયાનું હેરોઈન છે. આ ઓપરેશન વિશે વાત કરીએ તો મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG નું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું. જેમાં ડ્રગ્સ સાથે 2 શખ્સોની અટકાયત કરાઈ છે. દ્વારકા બાદ મોરબીમાં ડ્રગ્સ પર મોટી કાર્યવાહી કરાઈ છે.

આ પણ વાંચો: Rani Kamlapati Railway Station: PM મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે, રાણી કમલાપતિ રેલવે સ્ટેશનને જનતાને સમર્પિત કરશે

આ પણ વાંચો: SBI માત્ર 4 ક્લિક પર આપી રહી છે સસ્તાં દરે Personal Loan, જાણો કઈ રીતે કરવી અરજી અને શું છે પ્રક્રિયા

g clip-path="url(#clip0_868_265)">