AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: ભાગલપુરમાં 6 લોકોના શંકાસ્પદ મોત, પરિવારજનોનો ઝેરી દારૂ તરફ આક્ષેપ, પ્રશાસનનો ઈન્કાર

ભાગલપુર જિલ્લામાં શંકાસ્પદ સંજોગોમાં 6 લોકોના મોત થયા છે. જો કે આ બાબતથી જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બે લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Bihar: ભાગલપુરમાં 6 લોકોના શંકાસ્પદ મોત, પરિવારજનોનો ઝેરી દારૂ તરફ આક્ષેપ, પ્રશાસનનો ઈન્કાર
6 people died in bhagalpur (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 10:22 AM
Share

બિહારના (Bihar) ભાગલપુર (Bhagalpur) જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં 6 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. જ્યાં મૃત્યુ પહેલા તમામ લક્ષણો જોવા મળ્યા છે. દરમિયાન, બીમાર યુવકની બહેને દાવો કર્યો હતો કે, ભાઈ દારૂ પીવા ગયો હતો, જે બાદ સ્થાનિક પોલીસ-પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પ્રારંભિક તપાસ અને રવિવારની મોડી સાંજ સુધીના દરોડા (Raid) પછી, વહીવટીતંત્ર અને પોલીસ પણ નકલી દારૂ પીવાથી મોત પુષ્ટિ કરવાનું ટાળી રહી છે. હાલ આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે.

વાસ્તવમાં ભાગલપુરમાં શંકાસ્પદ સંજોગોમાં શુક્રવારે અલીગંજના મિથિલેશનું, શનિવારે લોદીપુરના જીછોના રહેવાસી નવીન યાદવ અને રાજકિશોર યાદવનું જ્યારે સરધોના રહેવાસી કુંદન ઝા, સજૌરના ઝિકટિયાના અવિનાશ અને મુંડિચકના મનીષનું મૃત્યુ રવિવારની સવારે થયું હતું. અવિનાશ સજોર પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર હતો. જ્યાં નવીન, રાજકિશોર અને કુંદન નજીકના મિત્રો હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં નવીનનો પાડોશી છોટુ માયાગંજમાં દાખલ છે. જો કે છોટુની બહેન પિંકીનું કહેવું છે કે તેનો એક સંબંધી તેના ભાઈને દારૂ પીવડાવવા લઈ ગયો હતો.

DM અને SSP પહોંચ્યા સબૌર પોલીસ સ્ટેશન

એડીએમ રાજેશ ઝા ઘટનાની તપાસ કરવા માટે રાજા મેડિકલ કોલેજ હોસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન તેણે ઝેરી દારૂ પીને મોતની વાત પર પણ મૌન સેવ્યું હતું. તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સ્પષ્ટપણે કંઈ કહી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં જિલ્લાના DM અને SSP મોડી સાંજે સબૌર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મામલાની તપાસ કરી. આ સાથે પોલીસે પાંચ લોકોને પૂછપરછ માટે ઝડપી લીધા છે.

પૂછપરછ માટે પોલીસે 5 લોકોની કરી ધરપકડ

એડીએમ રાજેશ ઝા ઘટનાની તપાસ કરવા માટે રાજા મેડિકલ કોલેજ હોસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન તેણે ઝેરી દારૂ પીને મોતની વાત પર પણ મૌન સેવ્યું હતું. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સ્પષ્ટપણે કંઈ કહી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં જિલ્લાના DM અને SSP મોડી સાંજે સબૌર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મામલાની તપાસ કરી. આ સાથે પોલીસે પાંચ લોકોને પૂછપરછ માટે ઝડપી લીધા છે.

પોલીસ આ મામલે કરી રહી છે તપાસ

આ મામલામાં SSP કહે છે, ‘શનિવારે મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓ કહી રહ્યા હતા કે તેમનું મૃત્યુ બીમારીના કારણે થયું હતું. સજૌર વાલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, પરંતુ કંઈ સ્પષ્ટ થયું ન હતું. તેમણે કહ્યું કે, હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં દારૂના ગેરકાયદે ધંધાને રોકવા માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Bomb Blast in Bihar: બિહારનાં ખગડિયામાં જોરદાર અવાજ સાથે 3 બોમ્બ બ્લાસ્ટ, 14 લોકો ઘાયલ

આ પણ વાંચો: Bihar: સરકારનાં મંત્રીઓ શસ્ત્રોનાં શોખીન, 16 મંત્રીઓ પાસે રિવોલ્વર અને રાઈફલ બંદૂકોનાં લાયસન્સ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">