નર્સ સાથે ગેંગરેપના આરોપમાં 4 રાષ્ટ્રીય સ્તરના તરવૈયાની ધરપકડ, ડેટિંગ એપથી થઈ હતી મિત્રતા

મંગળવારે એક નર્સ પર સામૂહિક દુષ્કર્મ કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના ચાર સ્વિમરની ધરપકડ કરી હતી. નર્સ ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ રજત, શિવરન, દેવ સરોઈ અને યોગેશ કુમાર તરીકે થઈ છે.

નર્સ સાથે ગેંગરેપના આરોપમાં 4 રાષ્ટ્રીય સ્તરના તરવૈયાની ધરપકડ, ડેટિંગ એપથી થઈ હતી મિત્રતા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 3:03 PM

બેંગલુરુ પોલીસે (Bengalore Police) મંગળવારે એક નર્સ પર સામૂહિક દુષ્કર્મ (Gangrape) કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના ચાર સ્વિમરની ધરપકડ કરી હતી. નર્સ ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ રજત, શિવરન, દેવ સરોઈ અને યોગેશ કુમાર તરીકે થઈ છે. તમામ આરોપીઓ નવી દિલ્હીના (New Delhi) રહેવાસી છે. આ ઘટના તાજેતરમાં સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક આરોપીએ ‘ડેટિંગ એપ’ પર મહિલા સાથે મિત્રતા કરી અને 24 માર્ચે તેને એક હોટલમાં લઈ ગયો. બાદમાં તે તેણીને તેના રૂમમાં લઈ ગયો, જ્યાં તેના ત્રણ મિત્રો પણ તેની સાથે જ હતા.

આ મામલામાં બેંગ્લોરની સંજયનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ચારેય લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો અને મારપીટ પણ કરી. ફરિયાદના આધારે, ચાર આરોપીઓની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, પીડિતાએ શુક્રવારે વહેલી સવારે તેના મિત્રોને ફોન કરીને મદદ માંગી હતી અને બાદમાં તેને બચાવી લેવામાં આવી હતી.

તબીબી તપાસ જાતીય શોષણ અને બળાત્કારની પુષ્ટિ થઈ છે

આ પછી તેણે દિવસ દરમિયાન સંજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અહેવાલ મુજબ, પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, પીડિતાની તબીબી તપાસમાં જાતીય શોષણ અને દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. રજત અને શિવરન કથિત રીતે શહેરમાં જ્યાં છેલ્લા ત્રણ મહિનાથી આ ગુનો થયો છે તે રૂમ ભાડે રાખીને રહેતા હતા. તેના મિત્રો દેવ સરોઈ અને યોગેશ કુમાર તેની સાથે એક અઠવાડિયા પહેલા શહેરમાં સ્વિમિંગની તાલીમ લેવા માટે જોડાયા હતા.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

કર્ણાટકની રાજધાનીના જુદા જુદા ભાગોમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

પોલીસમાં ફરિયાદની જાણ થતાં જ આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે, ચારયને પકડવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી અને કર્ણાટકની રાજધાનીના જુદા જુદા ભાગોમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. રજત શહેરમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય એક આરોપીને બસવાનાગુડી નજીકથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો, અને અન્ય બેને ચિકપેટ નજીક અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376D (ગેંગ-રેપ) હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: RBI Recruitment 2022: ભારતીય રિઝર્વ બેંક ઘણી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ

g clip-path="url(#clip0_868_265)">