15 ગુનાનાં આરોપીને પકડવા ગયેલી પોલીસ અને ચોર વચ્ચે હાથાપાઈ, તસ્કરે પોલીસ પર તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંક્યા, આખરે ઝડપાયો

|

Oct 14, 2020 | 5:37 PM

૧૫ ગુનાઓમાં સંડોવાયેલ ચોરને પકડવા ઝગડિયાના પીપોદરા ગામે ગયેલી પોલીસ ઉપર આરોપીએ ધારિયાથી હુમલો કર્યો હતો જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો . પોલીસે હુમલા છતાં આરોપીને ઝડપી પાડી લોકએ ભેગો કર્યો છે. મામલાની તપાસ કરી રહેલા એસસી એસટી સેલના DYSP એમ પી ભોજાણીએ જણાવ્યું હતું કે ઝડપાયેલ આરોપી રીઢો ચોર છે. પોલીસ ઉપર હુમલો […]

15 ગુનાનાં આરોપીને પકડવા ગયેલી પોલીસ અને ચોર વચ્ચે હાથાપાઈ, તસ્કરે પોલીસ પર તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંક્યા, આખરે ઝડપાયો

Follow us on

૧૫ ગુનાઓમાં સંડોવાયેલ ચોરને પકડવા ઝગડિયાના પીપોદરા ગામે ગયેલી પોલીસ ઉપર આરોપીએ ધારિયાથી હુમલો કર્યો હતો જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો . પોલીસે હુમલા છતાં આરોપીને ઝડપી પાડી લોકએ ભેગો કર્યો છે. મામલાની તપાસ કરી રહેલા એસસી એસટી સેલના DYSP એમ પી ભોજાણીએ જણાવ્યું હતું કે ઝડપાયેલ આરોપી રીઢો ચોર છે. પોલીસ ઉપર હુમલો કરી તેણે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. ઈજાગ્રસ્ત થવા છતાં ૩ પોલીસકર્મીઓએ તેણે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે. આરોપીના ઝડપાવાથી ૧૫ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.


ચોરીના ૧૨ ગુનાઓમાં વોન્ટેડ અને ઘણા સમયથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપી સંજય વસાવા ઝગડિયાના પીપદરા ગમે તેના ઘરે આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. રાજપારડી પોલીસે સંજયના ઘરને કોર્ડન કરી રેડ કરી હતી. સંજયની તપાસ માટે પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઇ ઘરમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો. પોલીસને અચાનક સામે જોઈ સંજય વસાવાએ સીધો હુમલો કરી દીધો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સંજયે પોલીસને ડરાવી ભગાડવા ધારિયાના આડેધડ ઘા ઝીકવા માંડ્યાં હતા. દિલીપભાઈને માથામા ઘા કરી જીવલેણ ઇજા પહોંચાડી આરોપીએ નાસી જવા પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન અન્ય બે પોલીસકર્મીઓ પાછળ પ્રવેશ્યા હતા જેમણે સંજય વસાવાને ઝડપી પાડી ઈજાગ્રસ્ત દિલીપભાઈને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવ સંદર્ભે હુમલાખોર સંજય વસાવા વિરુદ્ધ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ કરાઈ છે . સંજય તેના સાગરીતો સાથે મળી પોતાના સાગરીતો સાથે રાજપારડી, ઝઘડીયા, ઉમલ્લા તેમજ નર્મદા જીલ્લાના આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરોમાથી ડ્રીપ ઈરીગેશન સીસ્ટમ, ઝાટકા મશીન, સ્ટાટર, ઓટો સ્વીચ, રસ્તા પર લગાવેલ સ્ટ્રીટ લાઇટોની બેટરી, વીજમીટર, કેબલ વાયર, પાણીની મોટર અને મોટર સાઇકલની ચોરીની કબુલાત પણ હતી આ રીઢા ચોર ને ઝડપી પડાતા ૧૫ ચોરી ના ગુનાનો ભેદ ખુલ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article