Needle Free Vaccine: Zydus કંપની સરકારને તેની સોય ફ્રી 3 ડોઝની રસીનો સપ્લાય કરશે શરૂ, એક ડોઝની કિંમત 265 રૂપિયા

|

Feb 05, 2022 | 4:53 PM

ઝાયડસ કેડિલાએ જણાવ્યું હતું કે તેણે તેની કોવિડ-19 રસી Zycov-D કેન્દ્રને સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. તે લગભગ છ મહિના પછી 12 અને તેથી વધુ વય જૂથમાં કટોકટીના ઉપયોગ માટે અધિકૃત કરવામાં આવ્યું છે.

Needle Free Vaccine: Zydus કંપની સરકારને તેની સોય ફ્રી 3 ડોઝની રસીનો સપ્લાય કરશે શરૂ, એક ડોઝની કિંમત 265 રૂપિયા
Zydus starts supply of its needle free 3 dose vaccine to government (Image - Bloomberg)

Follow us on

ઝાયડસ કેડિલાની કોરોના રસી પ્લાઝમિડ ડીએનએ (DNA)પર આધારિત છે. જે ટ્રોપિસ નામની પીડા રહિત ફાર્માજેટ સોય-મુક્ત સિસ્ટમ સાથે ઇન્ટ્રાડર્મલી અથવા ત્વચામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. પ્રથમ ડોઝ પછી આગામી ડોઝ 28 અને 56મા દિવસે લેવાનો રહેશે તેમ કંપનીએ જણાવ્યું હતું. સોય-મુક્ત (needle free) Zycov-D રસીના એક ડોઝની કિંમત 265 રૂપિયા નક્કી કરી છે તેમજ સોય-મુક્ત ઇન્જેક્ટર ખરીદવા માટે 93 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. Zycov-Dના એક ડોઝની કુલ કિંમત 358 રૂપિયા છે પણ રસીના આ સિંગલ ડોઝની કિંમતમાં GST સામેલ નથી.

ઝાયડસ કેડિલાએ (Zydus Cadila) જણાવ્યું હતું કે, તેણે તેની કોવિડ-19 રસી Zycov-D કેન્દ્રને સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. તે લગભગ છ મહિના પછી 12 અને તેથી વધુ વય જૂથમાં કટોકટીના ઉપયોગ માટે અધિકૃત કરવામાં આવ્યું છે. કંપનીને નવેમ્બરમાં કેન્દ્ર તરફથી 1 કરોડ અથવા 10 મિલિયન ડોઝ માટે 358 રૂપિયામાં દરેક ડોઝ માટે ઓર્ડર મળ્યો હતો.

ત્રણ રસીઓમાં ઉમેરવામાં આવે છે

ZyCoV-D ભારતમાં ઉપયોગમાં લેવાતી ત્રણ રસીઓમાં ઉમેરે છે- કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક V. હાલમાં, માત્ર કોવેક્સિન બાળકોને આપવામાં આવે છે. Zydus VTES સોય-મુક્ત ડીએનએ પ્લાઝમિડ રસી માટે ડ્રગ પદાર્થનું ઉત્પાદન કરે છે, જે SARS-CoV-2 વાયરસના સ્પાઇક પ્રોટીનનું ઉત્પાદન કરે છે અને માનવ શરીરમાં રોગપ્રતિકારક પ્રતિભાવ ઉત્પન્ન કરે છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

આ રસી સોય-મુક્ત ઇન્જેક્ટર દ્વારા આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, કંપની પહેલા સરકારને સપ્લાય કરશે અને જ્યારે સત્તાવાળાઓ મંજૂરી આપશે ત્યારે ધીરે-ધીરે ખાનગી હોસ્પિટલો માટે રસી ઉપલબ્ધ કરાવશે.

કંપનીએ Enzychem Lifesciences સાથે કર્યો કરાર

Zydus પાસે ZyCov-Dના ઉત્પાદન માટે શિલ્પા મેડિકેર સાથે કરાર છે. કંપનીએ પ્લાઝમિડ ડીએનએ (plasmid DNA) રસીના ઉત્પાદન લાયસન્સ અને ટેક્નોલોજી ટ્રાન્સફર માટે દક્ષિણ કોરિયાના Enzychem Lifesciences સાથે પણ કરાર કર્યો છે.

 

આ પણ વાંચો: Zydus Cadilaની કોરોના વેક્સિનને આ અઠવાડીયે ઈમરજન્સી ઉપયોગની મળી શકે છે મંજુરી 

આ પણ વાંચો: Women Health : ફર્ટિલિટીની સમસ્યાથી બચવા Egg Frizzing વિશે વધુ જાણો આ આર્ટિકલમાં

Next Article