ચીનમાં કોરોનાની ભયાનક લહેરથી ડરી દુનિયા, જાણો ભારત પર કેટલું છે જોખમ ?

|

Dec 22, 2022 | 11:07 AM

ચીનમાં કોરોના મહામારીની લહેર ઝડપથી ફેલાઈ રહી છે. ચીનમાં કોરોનાના હાહાકાર માટે WHO અધિકારીઓએ Omicron ના BF.7 વેરિઅન્ટને જવાબદાર ગણાવે છે.

ચીનમાં કોરોનાની ભયાનક લહેરથી ડરી દુનિયા, જાણો ભારત પર કેટલું છે જોખમ ?
Covid in China
Image Credit source: File Photo

Follow us on

ચીનમાં ફરી એકવાર કોરોનાનો વિસ્ફોટ થયો છે. અનેક શહેરના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવા માટે વ્યવસ્થા ખુટી પડી છે. હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કોરોનાથી રક્ષણ આપતી દવાઓ ખુટી પડી છે. આગની જ્વાળાની માફક કોરોના ફેલાઈ રહ્યો છે. ચીનમાં કોરોનાએ મચાવેલ તબાહી માટે WHO અધિકારીઓએ Omicron ના BF.7 વેરિઅન્ટને જવાબદાર ગણાવ્યો છે. ચીન ઉપરાંત વિશ્વના કેટલાક દેશમાં કોરોનાના વધતા જતા કહેરને લઈને વિશ્વ સાવચેત થયુ છે. વિશ્વના ઘણા દેશોમાં ફરીથી નિયંત્રણ લાદવામાં આવી રહ્યાં છે.

ચીનમાં કેમ એકાએક કોરોનાની લહેર સર્જાઈ ?

ચીનમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે તેના માટે ચીનની નીતિ જ જવાબદાર હોવાનું કહેવાય છે. ચીન દ્વારા કોરોનાના દર્દીઓ માટે હોમ ક્વોરેન્ટાઇન અપનાવ્યું નથી. ચીને આ મામલે ઝીરો કોવિડ પોલિસી અપનાવી છે. જો કોઈ વિસ્તારમાં કેટલાક કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવે છે, તો તે સમગ્ર વિસ્તારમાં લોકડાઉન લાદવામાં આવે છે. પછી સામૂહિક પરીક્ષણ કરવાનો તબક્કો શરૂ થાય છે. ચીને હોમ ક્વોરેન્ટાઇન માટે પરવાનગી આપી નથી. પરંતુ ભારતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ સરકારે કોરોનાની બીજી લહેરમાં જ હોમ ક્વોરેન્ટાઇનની મંજૂરી આપી હતી.

ચીનમાં વેક્સિન ઉપર સવાલ

ચીન વેક્સીન પર પણ સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ ચીને તેના પર ધ્યાન આપ્યું ન હતું. નેપાળ અને ઇન્ડોનેશિયાએ તેની અસરકારકતા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે, ચીને ક્યારેય પણ તેની વેક્સિનનો અહેવાલ તબીબી જર્નલમાં પ્રકાશિત કર્યો નથી. ચીને જણાવ્યું નથી કે તેમની કોરોના વિરોધી વેક્સિનની અસરકારકતા શું છે. આ વેક્સિન કેટલી અસર થઈ રહી છે ? એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની રસી અસરકારક નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચીને માસ્કને ખૂબ જ ફરજિયાત કર્યું હતું. ચીને આમાં ક્યારેય છૂટ આપી નથી. જ્યારે ભારતમાં કોરોનાની અસર સંપૂર્ણપણે ઓછી થઈ ગઈ, ત્યારે માસ્કના ફરજીયાતપણાને હટાવી દીધો. જેના કારણે કુદરતી રોગપ્રતિકારક શક્તિને વધારો થયો.

વાયરસ કેવી રીતે પરિવર્તિત થાય છે ?

જ્યારે કોઈ પણ વાયરસ રોગપ્રતિકારક વસ્તી અથવા રોગપ્રતિરક્ષા વિનાની વસ્તી બંનેમાં વારંવાર ફેલાય છે, ત્યારે તેનામાં એવા પરિવર્તનો થવાનું શરૂ થાય છે કે તે આપણી માનવ પ્રણાલીને ડોઝ કરતા શીખે છે. ચીન વિશે એવું પણ કહી શકાય કે અહીં કોરોના સંક્રમણની ક્ષમતા વધુ છે. તેથી એવું પણ થઈ શકે છે કે તેણે અહીં જીવલેણતા મેળવી લીધી છે. પરંતુ કોઈ નક્કર અહેવાલો વિના તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.

શૂન્ય કોવિડ પોલિસી કેમ હાનિકારક છે ?

ચીનમાં કોવિડ પોલિસી એટલી બળજબરીથી લાગુ કરવામાં આવી હતી કે, લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પરંતુ જ્યારે દેશમાં કોરોનાને લઈને છૂટછાટ આપવામાં આવી હતી, ત્યારે અચાનક એવી રીતે છૂટ આપવામાં આવી કે કોરોના ટેસ્ટીગ પણ બંધ થઈ ગયુ. આ પછી કોરોના ઝડપથી ફેલાઈ ગયો. જ્યારે, ભારતે આ મામલે વ્યવસ્થિત રીતે તબક્કાવાર છૂટછાટ આપી હતી.

શા માટે Omicron BF.7 ખતરનાક બની ગયો ?

ચીનમાં Omicron BF.7નું સબ-વેરિઅન્ટ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે Omicron BF.7નું સબ-વેરિઅન્ટ વેક્સિન અને કુદરતી રીતે બનેલી રોગપ્રતિકારક શક્તિથી બચવામાં માહિર છે. આનો અર્થ એ છે કે, જે લોકો પહેલા સંક્રમિત થયા છે, તેઓએ બૂસ્ટર ડોઝ પણ લીધો છે, આ પ્રકાર પણ તેમને અસર કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી સંક્રમિત લોકો સરેરાશ 10 થી 18.6 અન્ય લોકોમાં ચેપ ફેલાવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિઅન્ટથી સંક્રમિત ઘણા લોકોમાં કોરોનાના લક્ષણો દેખાતા નથી.

Omicron BF.7 થી ભારતને શું ખતરો છે ?

ચીનમાં વધી રહેલા કોરોના કેસની વચ્ચે ભારતમાં લોકોને ડર છે કે શું અહીં પણ કોરોના ફરી તબાહી મચાવશે ? આવા રોગચાળા સામે હંમેશા તકેદારી રાખવી જોઈએ. જ્યાં સુધી કોરોનાના આ પ્રકાર અંગે કોઈ નક્કર માહિતી ન મળે ત્યાં સુધી આશંકાને પણ નકારી શકાય નહીં.

અમે આપને જણાવી દઈએ કે, આપણી તૈયારી ચીન કરતા અનેક ગણી સારી છે. ભારતમાં વ્યાપકપણ મોટી સંખ્યામાં વેક્સિનેશન કરવામાં આવ્યું છે. ઓમિકોન સંબંધિત કુદરતી પ્રતિરક્ષા બમણી થઈ ગઈ છે. કોરોના ઉપર વેક્સિનની અસર બાબતે, સંશોધન ડેટા પારદર્શિતા સાથે મેડીકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. બૂસ્ટર ડોઝ પણ વિનામુલ્યે લોકોને આપવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં ભારતમાં સ્થિતિ ચીનની સરખામણીએ અનેકગણી સારી છે એમ કહેવામાં કશુ પણ ખોટું નહીં હોય.

Next Article