AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં ખડકાશે લાશના ઢગલા, નિષ્ણાંતોએ ઉચ્ચારી ચેતવણી, આગામી 3 મહિનામાં આવશે કોરોનાની નવી લહેર

ચીનના નિષ્ણાતોના મતે, શિયાળાના ત્રણ મહિનામાં કોરોનાના વધુ વિસ્ફોટ સર્જાશે. આગામી ત્રણ મહિનામાં કોરોનાની વધુ એક લહેરની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

ચીનમાં ખડકાશે લાશના ઢગલા, નિષ્ણાંતોએ ઉચ્ચારી ચેતવણી, આગામી 3 મહિનામાં આવશે કોરોનાની નવી લહેર
corona virus in china (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 5:49 PM
Share

ચીનમાં ફરી માથુ ઉચકી રહેલા કોરોનાને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. ચીનમાંથી જે સમાચાર સામે આવી રહ્યાં છે તે ચોકાવનારા છે. સમગ્ર ચીનમાં કોરોનાની લહેર પ્રસરી ચુકી છે. આગામી દિવસોમાં ચીનમાં ઠેર ઠેર લાશના ઢગલા જોવા મળે તો નવાઈ નહી તેમ નિષ્ણાંતો માની રહ્યાં છે. કોરોનાના વધી રહેલા કેસને કારણે ચીનમાં હાલ ચિંતાનો માહોલ સર્જાયો છે. અનેકના મોત સર્જાઈ રહ્યાં છે, છતા ચીન કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના આકડાઓ જાહેર નથી કરતું. ચીનમાં ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી પરંતુ તે પોલિસી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. કોરોનાના ફેલાઈ રહેલા સંક્રમણને કારણે નિષ્ણાતો નવી એક લહેરની આગાહી કરી રહ્યાં છે.

ચીનના નિષ્ણાતોના મતે, શિયાળાના ત્રણ મહિનામાં કોરોનાના વધુ વિસ્ફોટ સર્જાશે. આગામી ત્રણ મહિનામાં કોરોનાની વધુ એક લહેરની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આવી સ્થિતિમાં, તેમણે લોકોને વધુ સાવચેત રહેવા અને સંક્રમણથી બચવાની સલાહ આપી છે. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ચીફ એપિડેમિયોલોજિસ્ટ વુ જુનિયોએ કહ્યું કે, કોરોનાનો વર્તમાન પ્રકોપ આ શિયાળામાં ટોચ પર પહોંચશે અને વધુ એક લહેર આવશે.

કોરોનાની લહેર જાન્યુઆરીથી શરૂ થશે

વુ જુનિયોના જણાવ્યાનુસાર, પ્રથમ લહેર હવે જાન્યુઆરીના મધ્ય સુધી રહેશે. આ પછી તરત જ બીજી લહેર પણ શરૂ થશે. વુ જુનિયો કહે છે કે લાખો લોકોની સામૂહિક યાત્રાને કારણે આવું થવાની સંભાવના છે. મુખ્ય મહામારીના નિષ્ણાત જુનિયોએ વધુમાં કહ્યું કે ચીનમાં કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીના અંત સુધીમાં આવશે. જે માર્ચના મધ્ય સુધી ચાલશે. ચીનમાં કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં બેડ પણ મળી રહ્યાં નથી. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

ચીનમાં લાખોના મોતની આશંકા

ચીનમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર આવનારા સમયમાં લાખો લોકોના કોરોનાથી મૃત્યુ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ચીનમાં રસીકરણમાં મોટો ઘટાડો થયો છે. દેશમાં માત્ર 38 ટકા વસ્તીને જ કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. 65 વર્ષથી ઉપરના માત્ર 10 ટકા લોકોનુ જ રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે, 80 વર્ષથી વધુ ઉંમરના માત્ર 50 ટકા લોકોને જ વેક્સિન આપવામાં આવી છે. ચીનમાં જે હોસ્પિટલ છે તેમા 1000 દર્દીઓ દીઠ 6 બેડની સંખ્યા છે.

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">