Haryana Govt : કોરોનાકાળમાં હરિયાણા સરકારનો મોટો નિર્ણય, ગરીબોને આપશે 5-5 હજારની સહાય

Haryana Govt : કોરોનાકાળમાં હરિયાણા સરકારે રાજ્યના ગરીબો માટે મોટો નિર્ણય લીધો છે. હરીયાણા સરકારે કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને કારણે લાગુ કરાયેલા પ્રતિબંધો વચ્ચે ગરીબોને મદદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર ગરીબી રેખા નીચેના રાજ્યના ગરીબોને 5 હજાર રૂપિયાની સહાય આપશે. આ વાતની જાણકારી હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે આપી હતી. દરેક […]

Haryana Govt : કોરોનાકાળમાં હરિયાણા સરકારનો મોટો નિર્ણય, ગરીબોને આપશે 5-5 હજારની સહાય
HM of Haryana Govt Anil Vij
Follow Us:
| Updated on: May 10, 2021 | 6:56 PM

Haryana Govt : કોરોનાકાળમાં હરિયાણા સરકારે રાજ્યના ગરીબો માટે મોટો નિર્ણય લીધો છે. હરીયાણા સરકારે કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને કારણે લાગુ કરાયેલા પ્રતિબંધો વચ્ચે ગરીબોને મદદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર ગરીબી રેખા નીચેના રાજ્યના ગરીબોને 5 હજાર રૂપિયાની સહાય આપશે. આ વાતની જાણકારી હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે આપી હતી.

દરેક ગરીબોને 5 હજારની સહાય હરિયાણા સરકાર (Haryana Govt) ના ગૃહપ્રધાન અનીલ વીજે સરકારના આ નિર્ણય અંગે કહ્યું કે હરિયાણા સરકારે રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા દરેક ગરીબ પરિવારને રૂ.5000 ની સહાય આપશે. અનીલ વીજે કહ્યું કે કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને કારણે ગરીબોને હોમ અઈસોલેશનમાં રહેવું પડ્યું છે અને તેમની આજીવિકા ખોરવાઈ છે. આ વાતને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે રાજ્યના ગરીબ પરિવારો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

હરિયાણામાં 17 મે સુધી લોકડાઉન હરિયાણા સરકારે (Haryana Govt) 9 મે રવિવારે કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાને રોકવા માટે 17 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. હરિયાણાના ગૃહ અને આરોગ્ય પ્રધાન અનિલ વિજે ટ્વિટર પર કહ્યું, “10 થી 17 મે સુધી રોગચાળાનું એલર્ટ, સુરક્ષિત હરિયાણા.”

તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણના ફેલાવાને અટકાવવા કડક પગલા લેવામાં આવશે. અનીલ વિજે બાદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં લાગુ પ્રતિબંધો 17 મે સુધી અમલમાં રહેશે. ગયા અઠવાડિયે, હરિયાણા સરકારે (Haryana Govt) રાજ્યમાં 3 મેથી 10 મે સુધી (સવારે પાંચ વાગ્યે) લોકડાઉનની જાહેરાત કરી હતી.

લોકડાઉન દરમિયાન રહેશે આ પ્રતિબંધો હરિયાણા સરકારે (Haryana Govt) રવિવારે મોડીરાતે જાહેર કરેલા સત્તાવાર આદેશથી લોકડાઉનના નિર્દેશો જાહેર કરવામાં આવ્યાં હતા જેમાં જણાવવામાં આવ્યું છે કે લગ્ન, અંતિમ સંસ્કારમાં 11 થી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં. લગ્ન ઘરે અથવા કોર્ટમાં થઈ શકે છે અને વધુમાં વધુ 11 લોકો હાજર રહી શકે છે. લગ્નમાં જાન-વરઘોડો કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

રાજ્યના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે પોતાના ટ્વિટમાં કહ્યું, “મહામારીની બીજી લહેરની તીવ્રતાને જોતા, હું દરેકને સરકારને સહયોગ આપવા અપીલ કરું છું જેથી આપણે સંક્રમણની કડી તોડવામાં સફળ થઈ શકીએ અને વિજયી બની શકીએ.”

રવિવારે હરિયાણામાં કોરોના વાયરસ ચેપના નવા 13,548 કેસ નોંધાયા છે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 6,15,897 પર પહોંચી ગઈ છે, જ્યારે 151 દર્દીઓનાં મોત પછી મૃત્યુઆંક 5,605 પર પહોંચી ગયો છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">