Telangana: ઓમીક્રોનના કારણે તેલંગાણા સરકારે આજથી 2 જાન્યુઆરી સુધી રેલીઓ અને જાહેર સભાઓ પર મૂક્યો પ્રતિબંધ

|

Dec 25, 2021 | 7:25 PM

રાજ્ય સરકારે મુખ્ય નિર્દેશો જાહેર કર્યા છે. આ પ્રતિબંધો આજથી 2 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોવિડના નિયમોનું પાલન કરવાનું સૂચન કર્યું હતું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઉજવણી દરમિયાન સામાજિક અંતર અને માસ્ક પહેરવા ફરજીયાત રહેશે.

Telangana: ઓમીક્રોનના કારણે તેલંગાણા સરકારે આજથી 2 જાન્યુઆરી સુધી રેલીઓ અને જાહેર સભાઓ પર મૂક્યો પ્રતિબંધ
Telangana Government

Follow us on

કોરોનાના વાયરસના (Corona Virus) નવા વેરિએન્ટ ઓમિક્રોનનના કેસ (Omicron Cases) ભારતમાં તેમજ તમામ દેશોમાં વધી રહ્યા છે. ઝડપથી ફેલાતા આ પ્રકારના નવા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઘણા રાજ્યો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીના પગલે કડક પ્રતિબંધો લાદી રહ્યા છે. આ સંદર્ભમાં જ હાઈકોર્ટે (Telangana High Court) તેલંગાણામાં નવા વર્ષની ઉજવણી અંગે નિર્દેશો આપ્યા હતા. હાઈકોર્ટે ગુરુવારે સરકારને ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર નિયંત્રણો લાદવાનો નિર્દેશ આપ્યો હતો. બેથી ત્રણ દિવસમાં ઓર્ડર આપવા સૂચના આપી હતી.

સરકારે નિર્દેશો જાહેર કર્યા

આ સંદર્ભમાં, તેલંગાણા રાજ્ય સરકારે મુખ્ય નિર્દેશો જાહેર કર્યા છે. આ પ્રતિબંધો આજથી 2 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોવિડના નિયમોનું (Corona Guidelines) પાલન કરવાનું સૂચન કર્યું હતું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઉજવણી દરમિયાન સામાજિક અંતર અને માસ્ક પહેરવા ફરજીયાત રહેશે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આ ઉપરાંત 2 જાન્યુઆરી સુધી રેલીઓ અને જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે નવા વેરિઅન્ટ Omicron ને પગલે સતર્ક રહેવાની સલાહ આપી છે. જાહેર કાર્યક્રમોમાં શારીરિક અંતર ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. દરેકને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ માસ્ક નહીં પહેરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

108 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના 1.51 લાખથી વધુ કેસ

કોરોના વાયરસનું (Corona Virus) ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે ઘણા દેશોએ મુસાફરી પર પ્રતિબંધ અને અન્ય પ્રતિબંધો લાદવાનું શરૂ કરી દીધું છે. 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારનું નિદાન થયા પછી, તે અત્યાર સુધીમાં 108 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. આ વેરિઅન્ટે અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોમાં પ્રભુત્વ જમાવ્યું છે. અત્યાર સુધીમાં આ 108 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના 1.51 લાખથી વધુ કેસ (Omicron Cases) નોંધાયા છે અને તેના કારણે 26 લોકોના મોત થયા છે.

ભારતમાં ઓમિક્રોનથી ચેપના પ્રથમ બે કેસ કર્ણાટકમાં 2 ડિસેમ્બરે નોંધાયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં 415 કેસ નોંધાયા છે. જો કે, દેશમાં તેનાથી સંક્રમિત લોકોનું કોઈ મૃત્યુ થયું નથી. માત્ર 22 દિવસમાં દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. તેના કારણે સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં 108, દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 છે.

 

આ પણ વાંચો : Omicron Cases: એક જ મહિનામાં 108 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, વિશ્વભરમાં 1.50 લાખથી વધુ કેસ, જાણો જુદા-જુદા દેશોની સ્થિતિ

આ પણ વાંચો : કોરોનાનો કહેર યથાવત : મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસમાં ઉછાળો, તંત્રની વધી ચિંતા

Published On - 7:21 pm, Sat, 25 December 21

Next Article