વડાપ્રધાન મોદીના ‘બૂસ્ટર ડોઝ’ના નિર્ણય પર વિપક્ષી નેતાઓએ શ્રેય લેવાનું શરૂ કર્યું, રાહુલ ગાંધીએ કહ્યું- આખરે પીએમએ મારી વાત સ્વીકારી

|

Dec 26, 2021 | 12:33 PM

એક તરફ પીએમ મોદીના આ નિર્ણયના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ વિપક્ષોએ આ પહેલનો શ્રેય લેવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષનું કહેવું છે કે તેમના વારંવાર કહેવાથી પીએમ મોદીને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

વડાપ્રધાન મોદીના બૂસ્ટર ડોઝના નિર્ણય પર વિપક્ષી નેતાઓએ શ્રેય લેવાનું શરૂ કર્યું, રાહુલ ગાંધીએ કહ્યું- આખરે પીએમએ મારી વાત સ્વીકારી
Rahul Gandhi - File Photo

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આગામી 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની વયના બાળકો માટે કોવિડ રસીકરણ (Corona Vaccination) શરૂ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, 10 જાન્યુઆરીથી સાવચેતીના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના અન્ય ગંભીર રોગોથી પીડિત લોકોને પણ સાવચેતીનો ડોઝ (Precaution Dose) આપવામાં આવશે. એક તરફ પીએમ મોદીના આ નિર્ણયના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ વિપક્ષોએ આ પહેલનો શ્રેય લેવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષનું કહેવું છે કે તેમના વારંવાર કહેવાથી પીએમ મોદીને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ નિર્ણય પર કહ્યું કે, વડાપ્રધાને તેમના સૂચનને સ્વીકારી લીધું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, કેન્દ્ર સરકારે બૂસ્ટર ડોઝના મારા સૂચનને સ્વીકાર્યું છે. આ એક યોગ્ય પગલું છે. રસી અને બૂસ્ટર ડોઝનું રક્ષણ દેશના લોકો સુધી પહોંચાડવી પડશે. અગાઉ રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે, ‘આપણી મોટાભાગની વસ્તીને હજુ પણ રસી મળી નથી. ભારત સરકાર ક્યારે બુસ્ટર શોટ આપવાનું શરૂ કરશે ?

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અશોક ગેહલોતે શું કહ્યું?
આ સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ નિર્ણયનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું, ‘નિષ્ણાતોના અભિપ્રાય મુજબ, અમે વડાપ્રધાનને કોવિડ રસીના બૂસ્ટર ડોઝ અને બાળકો માટે રસી અંગે માર્ગદર્શિકા જાહેર કરવા માટે ઘણી વખત પત્ર લખીને વિનંતી કરી છે.’ તેમણે કહ્યું, ‘મને ખુશી છે કે આજે અમારી માગ પૂરી થઈ છે.

દેશમાં ઓમિક્રોનના 422 કેસ
ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 422 કેસ નોંધાયા છે. શનિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 110 કેસ છે. જ્યારે આ પછી દિલ્હીમાં 79, ગુજરાતમાં 49, તેલંગાણામાં 38, કેરળમાં 38, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા છે અને 7,091 લોકો સાજા થયા છે. જ્યારે આ દરમિયાન 162 લોકોના મોત થયા છે.

 

આ પણ વાંચો : Telangana: CRPF કેમ્પમાં એક જવાને બીજા જવાનને ગોળીએ વિંધી નાખ્યો, પછી પોતાને પણ મારી ગોળી

આ પણ વાંચો : ઓમિક્રોનનો આતંક : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોંધાયા આટલા કેસ

Next Article