Omicron Variant: મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે વિવિધ વિભાગના કમિશનર અને કલેક્ટર સાથે સમીક્ષા બેઠક કરશે

નવા COVID-19 ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણ ઝડપથી ફેલાવાની શક્યતા પગલે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે આજે તમામ વિભાગીય કમિશનરો અને કલેક્ટર્સ સાથે સમીક્ષા બેઠક યોજશે.

Omicron Variant: મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે વિવિધ વિભાગના કમિશનર અને કલેક્ટર સાથે સમીક્ષા બેઠક કરશે
Maharashtra CM Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 1:44 PM

કોરોના(Corona)ના નવા વેરિઅન્ટ(New variant)ને લઇને સમગ્ર વિશ્વમાં ચિંતા વધી છે. વિશ્વભરમાં સાવચેતી માટે કડક પગલા લેવાના શરુ કરી દેવાયા છે. ભારતમાં પણ અનેક સ્થળે સાવચેતી રુપ પગલા લેવાનું શરુ કરી દેવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે(Maharashtra CM Uddhav Thackeray) પણ આજે નવા વેરિઅન્ટથી સંક્રમણ ઝડપથી ફેલાવાની શક્યતા પગલે એક બેઠક કરશે. ઉદ્ધવ ઠાકરે આજે તમામ વિભાગીય કમિશનરો(Divisional Commissioners) અને કલેક્ટર્સ સાથે સમીક્ષા બેઠક યોજીને સતર્કતા માટે શું પગલા લેવા તેના પર ચર્ચા કરશે.

નિયમોનું પાલન ન કરનારને થશે દંડ મહારાષ્ટ્ર સરકારે શનિવારે કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર (CAB)નું પાલન ન કરવા બદલ દંડની જાહેરાત કરી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ CABનું પાલન ન કરે તો તેને રૂ. 500નો દંડ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારનું ઉલ્લંઘન કોઈ સંસ્થાના પરિસરમાં કરશે તો તેને 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

નવી માર્ગદર્શિકા અનુસાર ખાનગી ટેક્સીઓ અથવા જાહેર પરિવહન વાહનોમાં નિયમોનું ઉલ્લંઘન કરવા પર 500 રૂપિયાનો દંડ થશે, જ્યારે ટ્રાન્સપોર્ટ એજન્સીના માલિકને 10,000 રૂપિયાનો દંડ થશે. જો કોઈપણ સંસ્થા પોતે CABને અનુસરવામાં નિષ્ફળ જાય, તો તેને 50,000 રૂપિયા દંડ ભરવો પડશે અને નિયમોનું વારંવાર ઉલ્લંઘન થતુ જોવા મળશે લોકડાઉન લગાવવામાં પણ આવી શકે છે.

પ્રવાસીઓના પ્રવેશ માટેના કડક નિયમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના નિયમો અંગે રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ જણાવ્યું કે સરકાર મુંબઈ નાગરિક સંસ્થા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે મળીને તેના પર કામ કરી રહી છે. એક સત્તાવાર સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી દેશોના તમામ પ્રવાસીઓને કેન્દ્ર સરકારના નિર્દેશો મુજબ પ્રવેશ અપાશે. જ્યારે રાજ્યમાં આવતા સ્થાનિક પ્રવાસીઓને સંપૂર્ણ રસી અથવા RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવનો 72 કલાકના સમયની અંદરનો રિપોર્ટ માન્ય રાખીને પ્રવેશ અપાશે.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે અગાઉના દિવસે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના મુસાફરો, જ્યાં નવા પ્રકારના કેસ મળી આવ્યા છે, તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે અને તેમના નમૂનાઓ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.

માર્ગદર્શિકામાં અન્ય નિયમ સાર્વજનિક કાર્યક્રમો, શો અથવા ઇવેન્ટમાં આયોજકો,સહભાગીઓ,દર્શકોએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જરુરી છે. દુકાનો, મોલ અને અન્ય સ્થળોએ પણ કર્મચારીઓ તેમજ ગ્રાહકોને સંપૂર્ણ રસીકરણ કરાયેલુ ફરજીયાત રહેશે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સરકાર અથવા શાળાએ આપેલા ફોટો ID બતાવવા જરૂરી છે. પુખ્ત વ્યક્તિઓ કે જે કોઇ તબીબી કારણોસર રસી લઈ શકતા નથી તેમણે પણ તબીબી પ્રમાણપત્ર સાથે રાખવું જરુરી છે. બંધ જગ્યામાં મેળાવડાને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવશે. જ્યારે ખુલ્લા સ્થળોએ 25 ટકા ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ IND vs NZ: ચેતેશ્વર પુજારા અને રહાણેના બેટ થી નિરાશા, વિદેશ અને ઘર આંગણે નિરાશાજનક રમત, બંને માટે સર્જાઇ શકે છે મુશ્કેલી!

આ પણ વાંચોઃ West Bengal: નદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે મેટાડોર અથડાતા 18 લોકોના મોત

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">